વિશ્વભરમાં વાઇરલ થયેલી ઇમરજન્સી માટેની ચેલેન્જને મોરબી 108ની ટીમે સ્વીકારી

- text


મોરબી : કોઈ પણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિ ઉદ્દભવે ત્યારે વિશ્વભરમાં વિવિધ પ્રકારની ટિમો એ માટે હર હંમેશ તૈયાર રહેતી હોય છે. આવી ઇમરજન્સી ટિમ કુદરતી આપદાઓ જેવી કે ભૂકંપ, પુર, વાવાઝોડું, ચક્રવાત, આગ, જ્વાળામુખી ફાટવો, તત્સુનામી અને માનવસર્જિત વિપદાઓ જેવી કે અકસ્માત, રમખાણો, વ્યક્તિઓ કે જાનવરોના જીવને આકસ્મિક ઉભું થયેલું જોખમ જેવી દરેક પરિસ્થિતિમાં પોતાના જીવના જોખમે સમયસર જે-તે સ્થળે પહોંચી જતી હોય છે અને તેનું બેસ્ટ પરફોર્મન્સ આપતી હોય છે. વિશ્વભરની આવી ઇમરજન્સી ટીમો માટે હમણાં એક ચેલેન્જ વાઇરલ થઈ રહી છે, જેને ટેટ્રિસ ચેલેન્જ નામ આપવામાં આવ્યું છે. મોરબી જીલ્લાની 108ની ટીમે આ ટેટ્રિસ ચેલેન્જ સ્વીકારી છે.

મોરબી જિલ્લાની 108ની ટીમ કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિ માટે હર હંમેશ તૈયાર રહે છે. કોઈપણ પ્રકારની કટોકટીમા જિલ્લાની 108ની ટીમ હંમેશા તૈયાર રહેતી હોવાથી ગમે તે સ્થળેથી ઇમરજન્સી કોલ આવે કે તરત જ ત્યાં પહોંચી જાય છે. મોરબી જિલ્લામાં ટોટલ 8 એમ્બ્યુલન્સ છે. દરેક એમ્બ્યુલન્સમાં દરેક પરિસ્થિતિને પહોંચી વળવા ખાસ કીટ રાખવામાં આવે છે. 108ના પાયલોટ સહિતના સ્ટાફને દરેક રીતે પ્રશિક્ષિત કરવામાં આવે છે. આથી તાત્કાલિક સારવારની જરૂરિયાત વાળી વ્યક્તિનો જીવ બચાવી શકાય અને બહુ જ ટૂંકા સમયમાં તેની સારવાર શરૂ કરી શકાય. આમ મોરબી જિલ્લાની 108ની ટીમે પણ વિશ્વસ્તરે ટ્રેન્ડમાં રહેલી આ ચેલેન્જ પોતાની ઉમદા અને ત્વરિત કામગીરીના બળે સ્વીકારી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text