હળવદ-માળીયા હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રક ઘુસી જતાં એકનું મોત : બે ઇજાગ્રસ્ત

- text


દેવળીયા અને ધનાળા ગામના પાટિયા વચ્ચે બન્યો બનાવ

હળવદ : આજે સવારના હળવદ તાલુકાના દેવળીયા અને ધનાળા ગામના પાટીયા વચ્ચે હાઈવે રોડ પર બંધ પડેલ ટ્રક પાછળ અન્ય એક ટ્રક ઘુસી જતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ હળવદની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે.

હળવદ-માળીયા હાઈવે પર અવાર નવાર રસ્તાઓ પર પડેલી બંધ ટ્રકો ને કારણે અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં ઘણા અકસ્માતમાં તો વાહનચાલક જીવ પણ ગુમાવતા હોય છે ત્યારે આવો જ વધુ એક બનાવ આજે વહેલી સવારના બનવા પામ્યો હતો.

- text

બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારના હળવદ હાઈવે રોડ પર આવેલ દેવળીયા અને ધનાળા ગામના પાટિયા વચ્ચે હાઈવે રોડ પર ટ્રકમાં ખામી સર્જાતા ટ્રક ચાલક રીપેરીંગ કરતો હોય તેવા સમયે અન્ય એક ટ્રક ચાલક પાછળ ધડાકાભેર અથડાતા ટ્રક ચાલક અબ્દુલ કાસમભાઈ રહે. ભુજનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે રમજાનભાઈ સુમરા અને રહીમભાઈ જાટ ને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે પ્રથમ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text