મોરબીમાં તબીબ દંપતીના ઘરે પુત્રી જન્મના વધામણાં

- text


મોરબી : સરકાર દ્વારા અત્યારના ડિજિટલ યુગમાં પણ ‘દીકરો-દીકરી એક સમાન’ અને ‘બેટી બચાવો’ જેવા સૂત્રો દ્વારા દીકરી જન્મનું મહત્વ સમજાવવામાં આવે છે. ત્યારે મોરબીમાં તબીબ દંપતીના ઘરે પુત્રી જન્મના વધામણાં કરવામાં આવ્યા હતા. જે સમાજ માટે પ્રેરણાદાયી બાબત છે. મોરબીમાં બાયપાસ રોડ પર આવેલી ધર્મભૂમિ સોસાયટીના સરદાર એપાર્ટમેન્ટમાં રહેતા તબીબ દંપતી ડો. અંજના જીવાણી અને ડો. સંજય જીવાણીને ઘરે ગત તા. 07/10/2019ના રોજ લક્ષ્મી સ્વરૂપ પુત્રીનો જન્મ થતા પરિવારજનો દ્વારા પુત્રીની આરતી ઉતારી વધામણાં કરવામાં આવ્યા હતા. તેમજ પુત્રી જન્મના શુભ પ્રસંગે ઘરને સજાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text