હળવદમાં હડકાયા કુતરાનો આતંક : 15થી વધુ લોકોને કરડયું

- text


ખારીવાડી અને મહાદેવનગર વિસ્તારમાં હડકાયા કુતરાનો ખોફ : ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબી ખસેડાયા

હળવદ : હળવદ શહેરમાં આવેલ ખારીવાડી વિસ્તાર, મહાદેવનગર તેમજ તેની આજુબાજુમાં આવેલ વાડી વિસ્તારમાં આજે સવારે હડકાયા કુતરાએ રીતસરનો આતંક મચાવ્યો હતો. જેમાં નાના બાળકોથી માંડીને 15થી વધુ લોકોને કુતરાએ બચકા ભર્યા હતા. જેઓને પ્રથમ સારવાર શહેરની સરકારી હોસ્પિટલે આપી વધુ સારવાર અર્થે મોરબી ખસેડાયા છે.

જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારના શહેરમાં આવેલ મહાદેવનગર, ખારીવાડી તેમજ તેની આજુબાજુમાં આવેલ વિસ્તારોમાં કુતરૂ હડકાયું થતા બાળક, મહિલા તેમજ પુરૂષ સહિત 15થી વધુ લોકોને બચકા ભર્યા હતા. જેથી, આ વિસ્તારમાં હાલ ભારે દોડધામ મચી જવા પામી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલીક શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે મોરબી રીફર કરવામાં આવ્યા છે.

એકસાથે 15 જેટલા લોકો હડકાયા કુતરાનો શિકાર બનતા હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડયા હતા. બનાવને પગલે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ડો.અનિલ પટેલ, વોર્ડ નં. 1ના પાલીકા સદસ્ય મનસુખભાઈ મકવાણા સહિતના હોસ્પિટલમાં ખાતે દોડી આવ્યા હતા. મોરબી સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ હળવદમાં નાના બાળકોથી માંડીને 15થી વધુ લોકોને હડકાયું કૂતરું કરડયું છે. જે તમામને સારવાર આપવામાં આવી રહી છે. જો કે હળવદમાં હડકાયા કૂતરાએ આતંક મચાવતા લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો છે. આથી, તંત્ર આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે.

- text

હડકાયા કુતરાનો શિકાર બનેલા લોકોમાંધવલભાઈ કાંતિભાઈ, ઈશ્વરભાઈ, મનસુખભાઈ ત્રિભોવનભાઈ, દિલીપભાઈ કરશનભાઈ, ધર્મેશભાઈ અરવિંદભાઈ, અમરીબેન ચતુરભાઈ, દિલીપભાઈ ખીમજીભાઈ, સુભાષભાઈ પ્રતાપભાઈ, નવઘણભાઈ લાલજીભાઈ, કંચનબેન વેરજીભાઈ, શારદાબેન મંજુભાઈ,જયશ્રીબેન પ્રતાપભાઈ સહિતનાઓનો સમાવેશ થાય છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text