મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા ગૌશાળાઓને રૂ.33.33 લાખનું અનુદાન અપાયું

- text


હવેના બે દિવસમાં થનાર આવક આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા હોશિયાર વિધાર્થીઓના અભ્યાસ માટે અર્પણ કરાશે

મોરબી : મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ગૌસેવા માટે સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં ગૌશાળાઓના લાભાર્થે અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા હોશિયાર વિધાર્થીઓના અભ્યાસ માટે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગતરાત્રે આઠમના દિવસે જુદીજુદી ગૌશાળાઓને રૂ.33.33 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. જ્યારે હવે પછીના બે દિવસમાં થનાર આવક તેજસ્વી વિધાર્થીઓને અભ્યાસ માટે અર્પણ કરાશે. મોરબીમાં અબોલ ગૌમાતાઓની સેવા કરવાના ઉદેશ્યને સાર્થક કરવા તથા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા દરેક જ્ઞાતિના તેજસ્વી વિધાર્થીઓને ભણતર માટે આર્થિક રીતે મદદરૂપ થવાના શુભ હેતુસર પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના નામાંકિત કલાકાર કીર્તિદાન ગઢવીના કર્ણપ્રિય અવાજના સથવારે ખેલૈયાઓ મન મુકીને ઝૂમી રહ્યા છે અને રાસ ગરબાની રમઝટ બોલાવીને મા આદ્યશક્તિની આરાધના કરી રહ્યા છે. જ્યારે ઇન્ડિયન આઇડલ સલમાન અલી સહિતના કલાકારોએ પણ ભારે જમાવટ કરી હતી. ત્યારે હવે નવરાત્રી મહોત્સવ અંતિમ ચરણોમાં પહોંચી ચુક્યો હોય ગૌસેવાના મૂળ ઉદ્દેશ્યને સાકાર કરવા માટે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ગતરાત્રે આઠમના દિવસે માતાજીની આરતી બાદ અત્યાર સુધી નવરાત્રી મહોત્સવમાં થયેલી આવક ગૌશાળાઓને અર્પણ કરવામાં આવી હતી.

- text

જેમાં મોરબી પાંજરાપોળને રૂ.11.11 લાખ, યદુનંદન ગૌશાળાને રૂ.4.44 લાખ, નાની વાવડીની મહાદેવ અંધ અપંગ ગૌશાળાને રૂ.2.22 લાખ, બગથળા ગામની અભિલાષા ગૌશાળાને રૂ.1.11 લાખ, નકલંક મંદિર ગૌશાળા બગથળા ને રૂ.2.22 લાખ, મહાદેવ ગૌશાળા રવાપરને રૂ.2.22 લાખ, સતાનામ ગૌશાળા વાઘપરને રૂ. 2.22 લાખ, બાપા સીતારામ ગૌશાળા સજ્જનપરને રૂ.1.11 લાખ, વૃદ્ધાશ્રમને રૂ.1.11 લાખ, અનાથ આશ્રમને રૂ.1.11 લાખ, ભડિયાદ ગૌશાળાને રૂ.1.11 લાખ, બ્રમેશ્વર ગૌશાળા પીપરડી (જસદણ)ને રૂ.1.11 લાખ, ગાળા ગામની ગૌશાળાને રૂ.1.11 લાખ, લીલાપર ગૌશાળાને રૂ.1.11 લાખ મળીને કુલ રૂ 33.33 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક આજય લોરીયાએ જણાવ્યું હતું કે હવે પછીના બે દિવસ નોમ અને દશમમાં જે આવક થશે તે આવક તેજસ્વી વિધાર્થીઓને અર્પણ કરવામાં આવશે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text