ખરાબ રસ્તાને કારણે અકસ્માતમાં ઘવાયેલી બાઈક સવાર પરિણીતાનું મોત

- text


હળવદ : મોરબીના હળવદ ગામના દંપતી માતાનામઢે બાઈક પર દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે ખરાબ રસ્તાને કારણે બાઇકમાં પાછળ બેસેલી પરિણીતા અકસ્માતે પડી જતા માથામાં થયેલી ગંભીર ઇજાની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામના હિતેશભાઈ ભુપતભાઇ કુનપરા તેમના પત્ની જાગૃતિબેન ઉં.વ. 28 સાથે ગત તારીખ 26 સપ્ટેમ્બરના રોજ કચ્છમાં આવેલા માતાના મઢે બાઈક પર નીકળ્યા હતા. આ દરમ્યાન મોરબીના બહાદુરગઢ નજીક ખરાબ રોડ-રસ્તાને કારણે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા જાગૃતિબેન બાઈક પરથી ફંગોળાઈ જતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આથી, 108માં મોરબી સ્થિત ખાનગી હોસ્પિટલે ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે તેઓને રાજકોટ રીફર કરાયા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત થયું હતું. આ બનાવની તપાસ મોરબી તાલુકા પોલીસના એ.એસ.આઈ. આર. બી. વ્યાસ ચલાવી રહ્યા છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text