શાળામાં મહેકમ તેમજ શિક્ષકોના પ્રશ્નો અને DPEOને રજુઆત

- text


મોરબી : પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તરફથી શાળાના મહેકમ તેમજ બ્રિજકોર્ષ કરેલ શિક્ષકોના પરિણામની સર્વિસ બુકમાં નોંધ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવી હતી.

ગત તારીખ 5/10/2019ના રોજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના જિલ્લાના હોદ્દેદારો દ્વારા મોરબી જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ મળતા મહેકમ બાબતે રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ દ્વારા સાંભળીને શિક્ષણના ભલા માટે યોગ્ય કરવા બાબતે ખાતરી આપવામાં આવી હતી.

- text

આ ઉપરાંત, જે શિક્ષકોએ બ્રિજકોર્ષ કરેલ છે તે તમામ શિક્ષકોના પરિણામ જે-તે શિક્ષકોની સર્વિસ બુકમાં નોંધ માટે રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ હિતેન્દ્રભાઈ ગોપાણી તેમજ સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા, ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ અને કિરીટભાઈ દેકાવડીયા, જિલ્લા મંત્રી કિરણભાઈ કાચરોલા તેમજ સંગઠન મંત્રી પ્રાણજીવનભાઈ વિડજા, ગૌરાંગભાઈ ગોહેલ ઉપસ્થિત રહ્યા હતા.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text