ટંકારાના બી.આર.સી. ભવનમાં તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

- text


ટંકારા : ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે ગત તા. 01/10/2019ના રોજ ટંકારા બી.આર.સી. ભવન ખાતે તાલુકા કક્ષાનો પ્રાથમિક વિભાગનો કલા ઉત્સવ યોજાયો હતો. જેમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, કાવ્ય લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા એમ કુલ ચાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના કુલ 6 ક્લસ્ટરમાંથી તમામ ચાર સ્પર્ધામાં ક્લસ્ટર લેવલના કલા ઉત્સવમાં પ્રથમ નંબર મેળવેલ કુલ 24 વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ એ વિષય પર ચિત્ર સ્પર્ધા, ‘ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમ’ વિષય અંતર્ગત કાવ્ય લેખન સ્પર્ધા, ‘મને આવેલું ગાંધીજીનું સ્વપ્ન’ એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા તેમજ ‘ગાંધીજીને પત્ર’ વિષય પર નિબંધ લેખન સ્પર્ધામાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા. તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તેમજ દરેક સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓને રૂ. 500, દ્વિતીય નંબરે આવેલ વિદ્યાર્થીઓને રૂ. 300 તેમજ તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રૂ.200 નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.

- text

આ તકે ગુજરાત રાજ્ય પ્રા. શિ. સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઇ સાણજા, તા.પ્રા.શિ.અ. શ્રી દીપાબેન બોડા, ટંકારા તા.પ્રા.શિ.સંઘના પ્રમુખશ્રી છાયાબેન માકાસણા, ઉપપ્રમુખશ્રી કૌશિકભાઈ ઢેઢી હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.આર.પી. પરેશભાઈ નમેરા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન બી.આર.સી. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર તેમજ સી.આર.સી. કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text