મોરબીના અનેક ગામોમાં ઠેર-ઠેર ગાંધીજયંતિની ઉજવણી

- text


મોરબી : ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે મોરબીના અનેક ગામોમાં ઠેર-ઠેર ગાંધીજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

ખાનપર ગ્રામ પંચાયત તથા શાળા પરિવાર દ્વારા આયોજીત સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ભારત અંગેનો કાર્યક્રમ તથા રેલી જેવા સામાજિક કાર્યક્રમ કરી લોકોને સ્વચ્છતા માટે તથા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

જેપુર ગામે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે સંકલ્પ પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. જેમાં ગામને સ્વચ્છ રાખવા તથા પ્લાસ્ટિક મૂકત બનાવવા સંકલ્પો તલાટી કમ મંત્રી અશ્વિનભાઈ ચાવડા તથા પ્રાથમિક શાળાના આચાર્ય સુભાષભાઈ ખાંભરા દ્વારા લેવડાવવામાં આવ્યા હતા. જેમાં સરપંચ ભાવેશભાઈ પંચાસરા, ઉપસરપંચ મનસુખભાઈ પ્રાગજીભાઈ સાણજા, સભ્ય મહેશભાઈ નરભેરામભાઈ કાવઠિયા, સભ્ય રાજેશ ડાયાલાલ સાણજા, સભ્ય સંજય પોપટભાઈ મકવાણા, બાબુ મકન દલસાણીયા, ગામના આગેવાન નવલ પ્રેમજી છત્રોલા, અંબારામ મહાદેવ શેરસિયા, જયસુખ મગન દલસાણીયા, મહેશ પ્રાગજી સાણજા, શાન્તિલાલ મોતી પટેલ, આંગણવાડી વર્કર જાગૃતિબેન જયેશભાઈ મકવાણા, મનીષાબેન કાંતિલાલ મકવાણા સહીત બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

- text

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને સાર્થક કરતા ટંકારાના વાધરીયા કલ્યાણપર ગ્રામ પંચાયતના સરપંચ દિનેશભાઈએ શાળાના વિદ્યાર્થો સાથે મળીને પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરીને સાફ-સફાઈ કરી હતી. રાજસ્થળી ગામમાં 150મી ગાંધી જન્મ જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક શાળાના સંકલન સાથે ગ્રામજનો પણ જોડાયા હતા. જેમાં પ્રા. શાળાના આચાર્ય જયેશભાઇ માલકીયા, સરપંચ જેમાભાઈ બાવાળીયા, ગામના શિક્ષક પરેશભાઈ બાવાળીયા, મંત્રી ધનજીભાઈ સોલંકી તેમજ ગ્રામજનોની મોટા પ્રમાણમાં હાજરી જોવા મળી હતી.

મોરબીના વાંકિયા ગામમાં સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ‘પ્લાસ્ટિક મુકત ભારત’ના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text