ભલગામ પ્રાથમિક શાળા દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : શ્રી ભલગામ પ્રાથમિક શાળા ખાતે પુજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી અને સાથોસાથ પ્લાસ્ટિકમુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.

૧૫૦મી ગાંધી જયંતિની ઉજવણીનાં ભાગરૂપે શાળાના સૌ વિદ્યાર્થીઓને એકઠાં કરી સવારમાં ૮.૧૦ કલાકે ગાંધીજીને પ્રિય એવું ભજન “વૈષ્ણવજન તો તેને રે કહીએ….” નું સામુહિક ગાન કરવામાં આવ્યું હતું. શાળાનાં આચાર્ય ત્રિવેદી ભાવેશભાઇ દ્વારા બાળકોને ગાંધીજીનાં જીવન પર આધારિત પ્રેરક પ્રસંગો કહેવામાં આવ્યા હતા. ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવાના ભગીરથ કાર્યમાં ગાંધીજીનો કેવો સિંહફાળો હતો તે સમજાવવામાં આવ્યું તેમજ તેમના સત્યાગ્રહો, આંદોલનો, અસહકાર ચળવળ જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યાં હતા.

ત્યારબાદ ધોરણ ૬,૭,૮નાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ આચાર્યએ સાથે મળીને શાળા પરિસરમાં અને શાળાની આજુબાજુ સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યું. આ દરમિયાન શાળાનાં ધોરણ ૭નાં વિદ્યાર્થી ભાલિયા ચેતનને “બાળ-ગાંધી” બનાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ બાદ ગામમાં પ્રભાતફેરી અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહુ બાળકોએ હોંશે-હોંશે ભાગ લીધો. આ રેલીમાં ગામલોકોને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કે જેઓ ગાંધી ચિંધ્યામાર્ગે આપણા દેશને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા જઇ રહ્યાં છે તે ધ્યાને રાખીને “પ્લાસ્ટિક મુક્ત ભારત”, “પ્લાસ્ટિક હટાવો, દેશ બચાવો.”, “પ્લાસ્ટિક કરશે ગંદવાડ, ગામમાં લાવશે મંદવાડ.”, “સાથે રાખો થેલો, નહિંતર દેશ થશે મેલો.”,“પ્લાસ્ટિક છોડો, કપડાંની થેલી સાથે નાતો જોડો.”નાં નારાં લગાવવામાં આવ્યાં હતા. રેલી દરમિયાન ગામલોકોનો પણ સારો એવો પ્રતિસાદ સાંપડ્યો. ગામલોકો દ્વારા બાળકોને મિઠાઇ ખવડાવીને મોં મીઠાં કરાવવામાં આવ્યાં હતા.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text