નાલંદા શાળા દ્વારા ગાંધી જયંતિની ઉજવણી

- text


મોરબી : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સ્વતંત્ર ભારતના દ્વિતીય વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જયંતી પ્રસંગે નાલંદા પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના કેમ્પસ ડાયરેક્ટર જયેશભાઈ ગામીના માર્ગદર્શન હેઠળ મહાત્મા ગાંધીને એક વ્યક્તિ તરીકે નહી પણ એક વિચાર તરીકે આજના યુગમાં જો અનુસરવામા આવે તો મોટા ભાગની સામાજિક, વૈચારિક અને પારીવારીક સમસ્યાઓ ઉકેલાય જાય એ ઉદેશ્ય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો’ થી કાર્યક્રમની શરુઆત થઈ હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ઘોરણ ૮ ની વિદ્યાર્થીની ક્રિષ્ના અઘારાએ કર્યુ હતું. શાળાની ઘોરણ ૮ની વિદ્યાર્થીની જાનકી ડઢાણીયા દ્વારા લાલબહાદુર શાસ્ત્રીજીના જીવન પ્રસંગો વર્ણવાયા હતા. ઘોરણ ૬ના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીના જીવન પ્રસંગો નાટક રુપે રજુ કરાયા હતા. શાળાના આચાર્ય સુષ્મા જી. પિલ્લાઈ દ્વારા પ્રસંગોચિત સંબોધન કરાયુ હતું. જેમા બાળકો ગાંધીજીના સ્વચ્છતા પ્રત્યેના આગ્રહને તથા શાસ્ત્રીજીની પ્રામાણિકતા જેવા ગુણોને પોતાના જીવનમા વણી લે તેવો આગ્રહ કરાયો હતો. શાળાની ધોરણ ૬માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પર્લ સેરશીયા તથા યશ્વી પટેલ દ્વારા શાળા પરિવારને ગાંધીજીના નિયમો પ્રમાણેની પ્રતિજ્ઞા લેવડાવાયી, જેમા વ્યસન મુક્તિ, સ્વચ્છતા, સ્વદેશી અપનાવવા, સત્ય પાલન, યોગાસન તથા કસરત દ્વારા પોતાના શરીરને સુદઢ બનાવવા જેવા વચનો લેવડાવવામાં આવ્યા હતા.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text