નવજીવન વિદ્યાલયમાં ગાંધી જયંતિની વિશિષ્ટ ઉજવણી કરાઈ

- text


મોરબી : બીજી ઓક્ટોબરના રોજ દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત મોરબીમાં પણ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરાઈ હતી. ત્યારે એક શાળામાં થોડી હટકે પ્રકારે આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરાઈ હતી. રવાપર ધૂનડા રોડ સ્થિત નવજીવન વિદ્યાલયમાં ગાંધી જન્મ જ્યંતીની ઉજવણીના ભાગ રૂપે વિદ્યાર્થીઓએ પોતાને મળતા પોકેટ મની (ખિસ્સા ખર્ચના પૈસા)માંથી મીઠાઈ ખરીદીને તથા પોતે રમી ચૂકેલા રમકડાં, પોતાને નાના પડી રહેલા સારા કપડાં સહિતની ચીજ-વસ્તુઓ ગરીબની વસ્તી ધરાવતી ઝૂંપડપટ્ટીમાં જઈ ત્યાં વસતા બાળકોને સન્માનપૂર્વક અર્પણ કરી હતી. ગરીબ બાળકો પણ આ ચીજ-વસ્તુઓ તેમજ મીઠાઈ મેળવીને ખુશ થયા હતા.

- text

શાળા કાળથી જ વિદ્યાર્થીઓમાં ગાંધી મૂલ્યોનું સિંચન થાય અને બાળકોમાં કુમળીવયથી જ લોક કલ્યાણની ભાવના દ્રઢ થાય તેવા આ કાર્યક્રમને શાળા પરિવાર તેમજ કેમ્પસ ડાયરેકટર પાડલીયા સાહેબ, આચાર્ય અતુલભાઈ સાહિતનાઓએ બિરદાવ્યો હતો. દરિદ્રનારાયણની સેવાથી વિદ્યાર્થીઓમાં સમર્પણ અને કરુણાની ભાવના વિકસે તેવા આ પ્રયાસોને વાલીઓએ પણ આવકર્યો હતો.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text