મોરબી : નાની સિંચાઈ કૌભાંડમાં વાંકાનેરની આઠ મંડળીઓના પ્રમુખો ધરપકડ બાદ જેલહવાલે

- text


કૌભાંડમાં ધરપકડનો દૌર હજુ પણ યથાવત

મોરબી : મોરબીમા નાની સિંચાઇ યોજનાના કામોમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચારે અત્યાર સુધીમાં અધિકારી, પદાધિકારી, ધારાસભ્ય સહિતનાને જેલની હવા ખવડાવી છે. ત્યારે આ કેસમાં વધુ વાંકાનેર તાલુકાની જુદીજુદી આઠ મંડળીના પ્રમુખોની પણ ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બાદમાં તેઓને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે.

મોરબીના નાની સિંચાઈ કૌભાંડમાં પોલીસ દ્વારા નિવૃત્ત ઇન્ચાર્જ અધિકારી, કોન્ટ્રાક્ટર જે તે સમયના કોંગ્રેસના ધારાસભ્ય,જીલ્લા પંચાયતની સિચાઈ સમિતિના માજી ચેરમેનમ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ સહિતના આગેવાનો અને જુદી-જુદી મંડળીઓના હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી હતી. જુદીજુદી મંડળીઓના હોદેદારો પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાથી તેઓએ આગોતરા જામીન લેવા માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પરંતુ હાઇકોર્ટે તેની આગોતરા માટેની અરજી ફગાવી દીધી હતી.

- text

આ કૌભાંડમાં એ ડીવીઝન પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાની શાન, ક્રિષ્ના, શિવશક્તિ, સર્વોદય સહીત જુદીજુદી આઠ મંડળીના પ્રમુખો કાંતિભાઈ મોહનભાઈ વોરા રહે.રતીદેવાડી, વિજયભાઈ કાનજીભાઈ બોસીયા રહે. આંબેડકરનગર વાંકાનેર, નારણભાઈ જેઠાભાઈ સોલંકી રહે. આરોગ્યનગર વાંકાનેર, ધર્મેશભાઈ લાલજીભાઈ દેલવાડીયા રહે. આરોગ્યનગર વાંકાનેર, ઈશ્વરભાઈ કલભાઈવોરા, રહે. રતીદેવાડી, ઈસ્માઈલભાઈ રહીમભાઈ ચારોલીયા રહે. લીંબડા, ઓસમાનભાઈ હયાતભાઈ ખોરજીયા રહે. ચંદ્રપુર અને દીપકભાઈ કાન્તીભાઈ સોલંકી રહે. અરણીટીંબા વાળાની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેઓને કોર્ટમાં રજૂ કરીને જેલહવાલે કરવામાં આવ્યા છે.

- text