સંકલ્પ નવરાત્રિમાં જામતી રંગત : ધારાસભ્ય મેરજા સહિતના આગેવાનોએ આપી હાજરી

- text


ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના રાજકીય આગેવાનોએ હાજરી આપી યંગ ઇન્ડિયા ગ્રુપની સર્વધર્મ સમભાવની ભાવનાને બિરદાવી

મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રાસ ગરબાની રંગત જામી રહી છે. ખેલૈયાઓ મન મુકીને રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરી રહ્યા છે.ત્યારે ગઈકાલે પાંચમા નોરતે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના રાજકીય અગેવાનીએ હાજરી આપીને યંગ ઇન્ડિયા ગ્રુપના સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં તમામ ધર્મની બહેનોને સુરક્ષિત વાતાવરણ રાસ ગરબે રમાડીને ઉજાગર કરાતી સર્વધર્મ સમભાવની ભાવનાને બિરદાવી હતી.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તમામ ધર્મની બહેનો એકસાથે વિનામૂલ્યે રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરી શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે..આ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રજીસ્ટ્રેશન કરાવનાર તમામ ધર્મની મોટી સંખ્યામાં બહેનો એકદમ મુક્ત વતાવરણમાં રાસ ગરબે ઘૂમી રહી છે.જેમ જેમ નવરાત્રી મહોત્સવ આગળ ધપી રહ્યો છે.તેમ તેમ આ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રાસ ગરબાની રંગત જામી રહી છે ગઈકાલે પાંચમા નોરતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ખેલૈયાઓએ રાસ ગરબે રમવાની ભરપૂર મજા માણી હતી.

- text

સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં પાંચમા નોરતે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામજીભાઈ રબારી, પાલિકાના સદસ્યો સહિતના રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી.જ્યારે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ યંગ ઇન્ડિયા ગ્રુપની સર્વ સમાજ એકીસાથે રાસ ગરબે રમી શકે તેવું આયોજન કરીને ઉજાગર કરાતી સર્વધર્મ સમભાવની ભાવનાને બિરદાવી હતી.અને ધારાસભ્ય તરીકે નહિ પણ એક નાગરિક તરીકે અહીં આવ્યો હોવાનું જણાવીને આ ગ્રૂપને શુભેચ્છાઓ આપી હતી.

- text