નિબંધ સ્પર્ધામાં રવાપર તાલુકા શાળાની અનેરી સિદ્ધિ

- text


મોરબી : રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે શાળામાં અભ્યાસ કરેલ હતો તે ઐતિહાસિક શાળામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનાવેલ છે. જેમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધામાં રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓમાંથી મોરબી જિલ્લાની મોરબી તાલુકાની રવાપર તાલુકા શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરમાર ભૂમિકા ભીમજીભાઇએ નિબંધ સ્પર્ધામાં તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળા,તાલુકા અને જિલ્લાનું અદકેરું ગૌરવ વધારેલ છે. આ સફળતા પ્રાપ્ત કરવા બદલ વિદ્યાર્થીની પરમાર ભૂમિકાને અને રવાપર તાલુકા શાળાને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text