મોરબીના બી.આર.સી. ભવનમાં તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

- text


મોરબી : તા.1 ઓક્ટોબરના રોજ બી.આર.સી.ભવન-મોરબી ખાતે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવણી અનુસંધાને જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -રાજકોટ પ્રેરિત અને બી.આર.સી.ભવન-મોરબી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ આયોજિત થયો હતો.આ કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, કાવ્ય સર્જન સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું. તાલુકાના જુદા જુદા 18 ક્લસ્ટર કક્ષાએથી પસંદ થઈને આવેલ ધો.6થી 8 ના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લીધો હતો. નિર્ણાયકો દ્વારા પસંદ થયેલ સ્પર્ધકો હવે પછી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લેશે. ભાગ લેનાર તમામ સ્પર્ધકો અને પસંદ થયેલ સ્પર્ધકોને બી.આર.સી.પરીવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાલુકા કક્ષાનો કલા મહાઉત્સવ બી.આર.સી.કો.ઓ. સંદીપ બી. આદ્રોજાના માર્ગદર્શન તળે અને બી.આર.સી.પરિવારના સંકલન સભર પ્રયત્નોથી સફળ રહ્યોં હતો.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text