ઈટાલીના વિશ્વના સૌથી મોટા એક્સપો સેરસાઈમાં સીરામિક્ષ એક્સપોના પ્રમોશનને ભવ્ય સફળતા

- text


સેરસાઈ સાથે સીરામીક્ષ એક્સપોનું ટાઈઅપ : સેરસાઈના વિઝિટર્સને સીરામીક્ષ એક્સપોથી વાકેફ કરાયા, સ્થળ ઉપર જ 50થી વધુ રજિસ્ટ્રેશન
સીરામીક્ષ એક્સપોની ટીમે યુરોપના વિઝીટર્સને માહિતી પૂરી પાડવા માટે ત્યાનો સ્ટાફ હાયર કર્યો

મોરબી : ઇટાલીનું સેરસાઈ એક્ઝિબિશન વિશ્વનું સૌથી મોટું સીરામીક એક્સપો છે. ત્યારે સીરામીક્ષ એક્સપોની ટીમે સેરસાઈ સાથે ટાઈઅપ કરીને સેરસાઈના એક્ઝિબિશનમા આવતા તમામ વિઝિટરને સીરામીક્ષ એક્સપો અંગે માહિતગાર કર્યા હતા. આ પ્રમોશનને ભવ્ય સફળતા મળી હતી. સ્થળ ઉપર જ 50 થી વધુ બાયર્સ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. તેમજ સેંકડો બાયર્સ દ્વારા સીરામીક્ષ એક્સપો અંગેની જાણકારી મેળવવામાં રસ દાખવામાં આવ્યો હતો. આગામી નવેમ્બર માસમાં તા. ૨૧ થી ૨૪ સુધી દરમીયાન ગાંધીનગર ખાતે ટાઉન હોલ પાસે આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં સીરામિક્ષ કોન્કલેવ એન્ડ એક્સપોનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વોલ ટાઇલ્સ, વિટરીફાઇડ ટાઇલ્સ, સેનેટરી વેર, બાથ વેર અને બાથ ફિટિંગ્સ સહિતની પ્રોડક્ટ બનાવતા મેન્યુફેક્ચર્સ ભાગ લઈ શકે છે. આ એક્સપોમાં કુલ અંદાજીત ૨૦૦૦ થી વધુ બાયર્સ ફોરેનથી તેમજ વિવિધ રાજ્યોમાંથી આવવાના છે.મોરબીના સીરામીક ઉદ્યોગને વિશ્વ ફલક ઉપર ચમકાવનાર, સીરામિક્ષ એક્સપોના આયોજક તથા સીરામીક એક્સપોર્ટ માર્કેટનું રિસર્ચ કરનાર ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલના માર્ગદર્શન હેઠળ સીરામીક્ષ એક્સપો 2019નું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે. જેને અભૂતપૂર્વ સફળતા પણ મળી રહી છે. ત્યારે સીરામીક્ષ એક્સપોની ટીમે સેરસાઈ એક્ઝિબિશનમાં પણ સીરામીક્ષ એક્સપોનું પ્રમોશન કર્યું હતું.સેરસાઈ એક્ઝિબિશન ઇટાલી દ્વારા આયોજિત વિશ્વનું સૌથી મોટું સીરામીક એક્ઝિબિશન છે. સીરામીક્ષ એક્સપોનું તેની સાથે ટાઈઅપ થયું છે. જે અંતર્ગત એક્ઝિબિશનમાં સીરામીક્ષ એક્સપોની ટીમ દ્વારા સ્ટોલ ઉભા કરીને ત્યાં તમામ વિઝીટર્સને સીરામીક્ષ એક્સપો અંગે માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન 50 થી વધુ બાયર્સ દ્વારા તો સીરામીક્ષ એક્સપોમાં આવવા માટે સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશન કરાવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત સેંકડો વિઝીટર્સે સીરામીક્ષ એક્સપોમાં રસ દાખવીને તેની ઝીણવટભરી માહિતી મેળવી હતી.મોરબીના સીરામીક ઉદ્યોગો માટે યુરોપમાં ઘણી તકો ઉપ્લબ્ધ છે. ત્યારે સીરામીક્ષ એક્સપોની ટીમ દ્વારા યુરોપને ટાર્ગેટ કરી ત્યાંથી વધુમાં વધુ ડેલીગેશન સીરામીક્ષ એક્સપોમાં આવે તેવા પ્રયાસો ચાલુ છે. આ માટે સીરામીક્ષ એક્સપોની ટીમ દ્વારા યુરોપમાં સ્ટાફ હાયર કરીને ત્યાંના બાયર્સ અને આર્કિટેક્ટને સીરામીક્ષ એક્સપોની માહિતી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત મિલાન- ઇટાલીના કન્સલેટ જનરલ ઓફ ઇન્ડિયા બીનોય જ્યોર્જ સાથે સીરામીક્ષ એક્સપોની ટીમે મુલાકાત કરી હતી. જે દરમીયાન તેઓએ વધુમાં વધુ ડેલીગેટ્સ સીરામીક્ષ એક્સપોમાં પધારે તેવા પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી. વધુમાં સીરામીક્ષ એક્સપોના સેરસાઈ સાથે થયેલા પ્રારંભિક ટાઈઅપમા મળેલી સફળતા આગામી સમયમાં ફળદાયી રહેશે તેવી આયોજકો આશા વ્યક્ત કરી રહ્યા છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text