શહીદ ભગતસિંહના જન્મદિવસે મોરબીમાં 823 લોકોએ અંગ અને દેહદાનના સંકલ્પ લીધા

- text


યંગ ઇન્ડિયા ગ્રૂપના કાર્યકર્તાઓએ દિવસભર વિવિધ શાળા, કોલેજો તેમજ સંસ્થાઓમાં દેહદાન અને અંગદાન અંગેની જાગૃતિ ફેલાવી : શહીદ ભગતસિંહની પ્રતિમાને દુધાઅભિષેક કરી મીઠાઈનું વિતરણ કરાયું

મોરબી : મોરબીમા તહેવારોની અનોખી ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યોએ શાળા, કોલેજો તેમજ સામાજિક અને ખાનગી સંસ્થાઓમાં દેહદાન અને અંગદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ વેળાએ કુલ 712 લોકોએ અંગદાન અને 112 લોકોએ દેહદાન માટેના સંકલ્પ લીધા હતા. બાદમાં શહીદ ભગતસિંહની પ્રતિમાને દુધાઅભિષેક કરી મીઠાઈનું વિતરણ કરાયું હતું.

મોરબીમાં સતત પરિવર્તનશીલ સામાજિક કાર્યક્રમો કરીને દેશભાવનાની ચેતના જગાવતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે તા.28ના રોજ ભારતમાતાના વીર સપૂત શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મોરબીના યુવાનો અંગદાન અને દેહદાન કરવા બાબતે જાગૃત થાય તે માટે યુવાનોને અંગદાન અને દેહદનનો સંકલ્પ લેવડાવવાના હેતુસર શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

- text

સંકલ્પ દિવસની ઉજવણી અંતર્ગત યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ ગ્રૂપના તમામ સભ્યોએ મોરબીની અગ્રણી કોલેજોમાં યુવાનોને તેમજ ખાનગી અને સામાજિક સંસ્થાઓના લોકોને અંગદાન અને દેહદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન માટે ઇચ્છીત યુવાનો માટે સંકલ્પનો કાર્યક્રમ સ્કાય મોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ભગતસિંહના જન્મદિવસે મહામૂલી માનવ જિંદગી બચી શકે તે માટે મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. કુલ 712 લોકોએ અંગદાન અને 112 લોકોએ દેહદાનના સંકલ્પ લીધા હતા. ત્યાર બાદ ભગતસિંહની પ્રતિમાને દુધાઅભિષેક કરી વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે આ પૂર્વે પ્રતિમા પાસે ગંદકી જોવા મળી હતી. ત્યારે ગ્રૂપના સભ્યોએ ત્યાં સાફ સફાઈ કરીને પ્રતિમાને પાણીથી સાફ કરીને દુગધાભિષેક કર્યો હતો.કાર્યક્રમના અંતે મીઠાઈનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

- text