મોરબીમાં એસટી ડ્રાઈવર અને કંડકટર દારૂના ચપલા સાથે ઝડપાયા

- text


ખાટકીવાસ નજીક રહેણાક મકાનમાંથી 43 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે ગતરાત્રીના સમયે મોરબીના નવા એસટી બસ સ્ટેન્ડમાં બાતમીના આધારે દરોડા પાડી એસટી ડ્રાઇવર અને કંડકટરને દારૂના ચપલા તથા બિયર સાથે ઝડપી લીધા હતા. જ્યારે એ ડિવિઝન પોલીસે ખાટકીવાસ નજીક રહેણાક મકાનમાંથી 43 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગતરાત્રે બે સ્થળે દારૂની રેડ કરી હતી.જેમાં પ્રથમ દારૂની રેડની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે ગતરાત્રે શનાળા રોડ ઉપર આવેલ નવા એસટી બસ સ્ટેન્ડમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને પોલીસે નવા એસટી બસ સ્ટેન્ડમાં વર્કશોપ પાસેથી એસટી બસના ડ્રાઇવર નાથાભાઇ ગૌતમભાઈ ડામોર રહે મહીસાગર જિલ્લો તથા કંડકટર અરવિંદભાઈ હિરજીભાઈ આદિવાસી રહે ઝાલોદ, દાહોદને 20 નંગ દારૂના ચપલા તથા 6 નંગ બિયરના ટીન સાથે ઝડપી લીધા હતા. તેમજ આ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને વેચાણ કરતા હતા કે કેમ તે સહિતના મુદે પૂછપરછ હાથ ધરી છે.જ્યારે દારૂની બીજી રેડમાં એ ડિવિઝન પોલીસે ખાટકીવાસ નજીક આવેલ દરબાર શેરીના રહેણાંક મકાનમાંથી 43 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે વસંતસિંહ ભરતસિંહ ઝાલાને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text