મોરબીમાં રાત્રે ભારે પવન સાથે પોણો ઈંચ વરસાદ : હળવદમાં સવા ઈંચ

- text


ટંકારા પંથકમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો

મોરબી : મોરબીમાં આજે રાત્રે અચાનક તોફાની પવન સાથે મેધો મંડાયો હતો. આજ રાત્રીના નવ વાગ્યાની આસપાસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે મોરબી અને હળવદ તથા ટંકારા પંથકમાં તેજ પવન અને ધોધમાર વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે. વરસાદના સતાવાર અકડા પ્રમાણે આજે રાત્રે હળવદ 30 મીમી અને મોરબીમાં 21 મીમી વરસાદ પડયાનું નોંધાયું છે

- text

જ્યારે ટંકારા પંથકમાં આજે રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે ટંકારા પંથકના અમારા પ્રતિનિધિ જયેશભાઇ ભટાસણા અને રમેશભાઈ ઠાકોરના જણાવ્યા ટંકારા પંથકમાં અચાનક વાતવરણમાં પલ્ટો આવતા ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. હડમતીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે.આથી ઠેરઠેર પાણી ભરાયા હતા.આ વરસાદને પગલે ખેતરોમાં લહેરાતા કપાસના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.અળધી કલાક બાદ વરસાદનું જોર ઘટ્યું છે અને હાલ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ભારે બફારો અને ઉકળાટભર્યુ વાતવરણ રહ્યું હતું અને વાદળછાયા વાતવરણ વચ્ચે આજે રાત્રે વરસાદ પડ્યો હતો. જોકે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતાની સાથે જ મોરબીમાં વીજળી ગુલ થઈ ગઈ છે આથી મકાનોમાં બફારો થતા લોકો થોડા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

- text