ટંકારામાં પુર હોનારતના જોખમ અંગેની રજુઆતને રાજ્યપાલે ગંભીરતાથી લીધી

- text


ટંકારાના જાગૃત નાગરિકની રજૂઆતને પગલે રાજ્યપાલે મોરબી જિલ્લા કલેકટરને સૂચના આપી અને ટંકારામાં પુર હોનારત ન થાય તે માટે ઘટતી કાર્યવાહી કરવાનું ફરમાન કર્યું

ટંકારા : મહાન સમાજ સુધારક સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા ગામ ડેમી નદીનાં કાંઠે વસેલું છે. પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ તંત્રની ઘોર બેદરકારી, અણઘડ નીતિ અને અણ આવડત ના કારણે ગામને ક્યારેક”જળ સમાધી”લેવી પડે તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે ડેમી નદીના ધસમસતા નિરના કારણે ટંકારામાં પુર હોનારત સર્જાઈ તેવી ભીતિ દર્શાવીને એક જાગૃત નાગરિકે રાજ્યપાલને રજુઆત કરી હતી.જેને પગલે રાજ્યપાલે મોરબી જિલ્લા કલેકટરને આ અંગે ઘટતી કાર્યવાહી કરવાની તાકીદ કરી છે.

વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૧૯માં ભારે વરસાદને કારણે ડેમી નદીમાં ઘોડાપુર આવતા ટંકારા ગામની ચારે બાજુ પાણી ફરી વળ્યા હતાં. તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં પણ કેડ સમાણા પાણી ફરી વળ્યા હતાં અને સરકારી રેકર્ડ નાશ પામ્યું હતું. અનેક પશુ મોતને ભેટ્યા હતાં. અને ઝુંપડપટ્ટીમાં રહેતાં ગરીબ પરિવારો ને સ્થાનીક તંત્ર, રેસ્ક્યુ ટીમ, પોલીસ જવાનો અને મીડિયા બંધુઓની મદદથી ઘણાં બધાં પરિવારોને મોતનાં મુખમાં થી મહા મહેનતે પૂરના પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જોકે જાનહાની થઈ નથી. પણ ભવિષ્યમાં આવી ઘટના બને અને ટંકારા જળ મગ્ન બની જ્યાં તો મોટી આફત આવી શકે તેમ છે અને ભવિષ્યમાં પુર હોનારત થાય તો જાનમાલની મોટી ખુવારી થાય તેમ છે તેથી પાણી પહેલા પાળ બાંધવાની જરૂર છે જેથી આવી આફતથી બચી શકાય.

- text

સ્થાનીક તંત્રની ગંભીર લાપરવાહીને કારણે ચોમાસામાં ભારે વરસાદના કારણે આવી ગંભીર સ્થિતિ સર્જાય છે, છતાંય ટંકારા ગામની ડેમી નદી તેમજ ટંકારા લતીપર ચોકડી તેમજ ખીજડીયા ચોકડી પાસે આવેલ મોટા વોંકળામાં વર્ષો જૂનાં બાવળોની ગીચ જંગલી ઝાડી કાઢવામાં આવતી નથી અને તંત્ર આ બાબતે ભારે દુર્લક્ષતા સેવે છે. જો ઝાડી કાઢવામાં આવતી હોય તો તે ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ દર્શાવી સરકારી પૈસા ઓળવી જતાં હોય અથવા ભાગ બટાઈ થઈ જતી હોય તેવું લાગે છે.

આ અંગે ટંકારા ગામના સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડાએ એક જાગૃત નાગરિક તરીકે ટંકારાની આ સમગ્ર ઘટનાનો ચિતાર રફ સ્કેચ વડે નકશો બનાવી રાજ્યના મહા મહીમ રાજ્યપાલને તા. ૧૫ સપ્ટેબરના રોજ લેખીતમાં રજુઆત રજુઆત કરી હતી. અને ડેમી નદીના પુરને કારણે ભવિષ્યમાં ટંકારામાં પુર હોનારત થવાની ભીતિ દર્શાવી આ પ્રકારની અનહોની ન થાય તે માટે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેથી આ રજુઆતને રાજ્યપાલે ગંભીરતાથી લીધી હતી. આ રજુઆતના અનુસંધાને મહામહિમ રાજ્યપાલે મોરબી જિલ્લા કલેકટરને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવાનું ફરમાન કર્યું છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text