મોરબીમાં બહુજન ક્રાંતિ મોર્ચાની રાષ્ટ્રીય પરિવર્તન યાત્રાનું બુધવારે આગમન

- text


મોરબી : નવી દિલ્હી સ્થિત બહુજન ક્રાંતિ મોર્ચાની રાષ્ટ્રીય પરિવર્તન યાત્રાનું 25 સપ્ટેમ્બરને બુધવારના રોજ આગમન થશે. મોરબીના વિવિધ મુખ્ય માર્ગો પર ફરી રાત્રે આ યાત્રા એક સભા સ્વરૂપમાં ફેરવાશે.

- text

દિલ્હી સ્થિત બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પરિવર્તન યાત્રા કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચાલી રહી છે. જે યાત્રા 25/09/2019ને બુધવારે બપોરે 12 કલાકે મોરબીમાં પ્રવેશનાર છે. સર્કિટ હાઉસ ખાતે યાત્રાનો સ્વાગત સમારોહ યોજાયા બાદ સર્કિટ હાઉસથી ગેંડા સર્કલ, ચાર રસ્તા હાઇવે, રાફળેશ્વર (આંબેડકર હોલ)થી લીલાપર ચોકડી થઈને કેનાલ રોડ, શનાળા રોડ, ગાંધીચોક પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર બાદ પાડાપૂલ પરથી નીકળી નજરબાગ રોડ, ભડિયાદ કાંટે થઈ વણકર સમાજની વાડીએ સભામાં ફેરવાશે.આ યાત્રાને ઇ.વી.એમ. ભાંડા ફોડ પરિવર્તન યાત્રા તરીકે પણ ઓળખાવાઈ રહી છે. એસસી, એસટી, ઓબીસી, પટેલ, બૌદ્ધ, લિંગાયત, શીખ, ખ્રિસ્તી અને મુસ્લિમ સમાજના ભાઈઓ-બહેનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આયોજકોએ જાહેર આમંત્રણ આપ્યું છે. નજરબાગ રોડ, ભડિયાદ કાંટે, વણકર સમાજની વાડીમાં રાત્રે 08થી 9:30 કલાક સુધી આ સભાનું આયોજન કરાયું છે.

- text