મોરબી બાયપાસ પર આરટીઓ પાસે ટ્રાફિકજામ : એક કિમી સુધી વાહનોની કતારો લાગી

- text


મોરબી: મોરબી બાયપાસ પર આરટીઓ કચેરી પાસે આજે સવારના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.જોકે અગાઉથી જર્જરિત રહેલા આરટીઓ કચેરી પાસેના પુલની સતત પડતા વરસાદથી વધુ જોખમી હાલત થઈ ગઈ છે.ઠેરઠેર ગાબડા પડવાને કારણે વાહન પરિવહન પર માઠી અસર સર્જાઈ છે.ત્યારે આજે ટ્રાફિકજામ થતા એક કિમિ સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી.

- text

મોરબીના બાયપાસ રોડ, આરટીઓ પાસે આજે 1 કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.જ્યારે મોરબીમાં ગતરાત્રિના બે ઈંચ વરસાદ પડ્યા બાદ આજે સવારમાં જ મોરબીના બાયપાસ રોડ પર આરટીઓ પાસે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. જર્જરિત પુલના કારણે લોકોને પારાવાર સમસ્યાં પડતી રહી છે. ગઈરાત્રિના સમયે પણ ૨ કી.મી સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.જોકે આ જર્જરિત પુલની વરસાદને કારણે ખૂબ જ જોખમી સ્થિતિ થઈ ગઈ છે.ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ તેવી ભીતિ છે વરસાદને કારણે પડેલા ગાબડા અને તેમાં ભરાયેલા પાણીને કારણે ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી છે.તેથી વાહન ચાલકીને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

- text