હળવદ : ભવાનીનગર પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ભવ્ય ઉજવણી કરાઈ

- text


હળવદ : ” હું પહેલા શિક્ષક છું અને પછી રાષ્ટ્રપતિ ” એમ કહેનાર ભારતના સાંસ્કૃતિક દૂત, દાર્શનિક અને મહાન રાજનીતિજ્ઞ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ઈ.સ ૧૮૮૮માં થયો, ૧૯૦૮માં પ્રેસિડન્સી કોલેજ, કોલકત્તામાં સહાયક અધ્યાપક બન્યા,૧૯૨૬માં આંધ્ર. યુનિ.ના પહેલા કુલપતિ બન્યા, બનારસ હિન્દુ યુનિ.ના કુલપતિ પદે પણ રહ્યા હતા.

- text

બાદમાં ગાંધીજીના સહવાસી બનીને ૧૯૪૨ના આંદોલનમાં ભાગ લઈ જેલમાં ગયા હતા. આ પૃષ્ઠભૂમિ બાદ તેઓ રશિયાના રાજદૂત, ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ પણ બન્યા પરંતુ નિષ્ઠાપૂર્વક આજીવન તો રહ્યા શિક્ષક જ
એવા આ મહામૂલા મહામાનવના જીવનને બાળજીવનમાં ઉતારવા માટે શહેરમા આવેલ ભવાની નગરની શાળા નં ૧૦માં શિક્ષક દિવસ ઉજવવામાં આવ્યો. જેમા શાળાના બાળકોએ સ્વયં શિક્ષક બની અધ્યાપન કાર્ય કરેલ શાળાના શિક્ષકઅનિલભાઈ પારેજીયા,અલ્પેશભાઈ પટેલ તરફથી બાળશિક્ષકોને પફનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

- text