હળવદની બ્રિલિયન્ટ સ્કૂલમાં શિક્ષક દિનની વિશેષ ઉજવણી કરાઈ

- text


સ્કૂલના ૫૦ જેટલા બાળકોએ શિક્ષક દિન નિમિત્તે વિવિધ સમિતિઓ બનાવી શિક્ષકદિનની અનેરી કરી ઉજવણી

હળવદ : 5 મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન આ દિવસે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મદિવસ મનાવવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં બાળકો દ્વારા એક દિવસ પૂરતા શિક્ષક આચાર્ય નીરીક્ષક વગેરે બની ઉત્સાહભેર શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આવી જ ઉજવણી શહેરમાં આવેલ બ્રિલિયન્ટ સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સમિતિની રચનાઓ કરી હતી. જેમાં પ્રાર્થના સમિતિ ઓફિસ સમિતિ બેલ સમિતિ સહિતની સમિતિઓ બનાવવામાં આવી હતી. જેમાં શાળા ના 50 બાળકોએ હર્ષભેર શિક્ષક અને શિક્ષિકા તરીકેની ભૂમિકા ભજવી હતી.

- text

કહેવાય છે કે શિક્ષક એ સમાજ ઘડતરનું એક અભિન્ન અંગ છે ત્યારે બાળકોમાં રહેલી શક્તિનો વિકાસ થાય અને ભવિષ્યમાં સમાજને એક આદર્શ શિક્ષક મળે તે માટેનો એક પ્રયાસ થાય છે ત્યારે બ્રિલિયન્ટ સ્કૂલ ના વિદ્યાર્થી ધોરણ 8ના મહેતા અનુજ,પિત્રોડા તુષા,કંસારા વૃંદા,રાવલ શક્તિ, ખાખી હિમાની યે પ્રિન્સિપાલ,વાઈસ પ્રિન્સિપાલની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, રામાનુજ ધ્રુવ,મહેતા પવન,રાઠોડ યુવરાજ વગેરે બેલ સમિતિ સંભાળીને એક આગવી ભૂમિકા નિભાવી હતી.

- text