વરસાદ અપડેટ : ટંકારામાં બપોરના 12 થી 2 વચ્ચે વધુ પોણો ઈંચ વરસાદ

- text


ટંકારા સિવાયના ચારેય તાલુકા મેઘવીરામ

ટંકારા : ટંકારામા આજે વહેલી સવારથી ફરી મેઘમહેર શરુ થઈ છે અને વહેલી સવારે મામલતદાર કચેરી ખાતે એક ઈચ વરસાદ નોંધાયો હતો.ત્યારે ટંકારમાં આજે બપોરના 12થી 2 સમયગાળા દરમ્યાન વધુ 18 મીમી વરસાદ પડ્યો હતો.જોકે બાકીના ચારેય તાલુકામાં મેઘવીરામ રહ્યો છે.

- text

જ્યારે મિતાણા ડેમ પર 70 મિલી,બંગાવડી ડેમ પર 20 મિલી,રાજાવડ ડેમ પર 25 મિલી,આજી ડેમ પર 40 મિલી વરસાદ નોંધાયો હતો.વહેલી સવારે શરૂ થયેલ વરસાદ હજી ચાલુ રહ્યો છે.મિતાણાના નીચલા ગામડાના નદી નાળા બે કાઠે વહેતા થયા છે અને ટંકારા નદીમા પાણી નુ તાણ વધ્યુ છે.જોકે ટંકારમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે.આથી ટંકારા પંથકમાં આજે બપોરના 12 થી 2 દરમ્યાન વધુ 18 મીમી વરસાદ પડ્યો હતો.જોકે આજે સવારે વરસાદ પડ્યા બાદ માત્ર ટંકારમાં જ બૉપરે 12થી 2 વચ્ચે પોણા ઈંચ વરસાદ પડ્યો હતો.બાકીના ચારેય તાલુકામાં મેઘવીરામ રહ્યો હોવાનું જિલ્લા કંટ્રોલ રૂમમાંથી જાણવા મળ્યું છે.

- text