ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં નવયુગ સંકુલના છાત્રો ઝળકયા

- text


મોરબી : ભારત વિકાસ પરિષદ દ્વારા મોરબી તાલુકા કક્ષાએ યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ વિજેતા બની સંકુલનું નામ રોશન કર્યું હતું.

ભારત વિકાસ પરિષદ દ્વારા શનાળા પાસે આવેલા શિશુમંદીર ખાતે મોરબી તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અનેક સ્પર્ધાઓમાં અગ્રતા ક્રમ પ્રાપ્ત કરી સંકુલનો ડંકો વગાડ્યો હતો. એકપાત્રીય અભિનયમાં પ્રથમ સ્થાને ગામી કૃપેક્ષા (તમિં 9), વાદન-હાર્મોનિયમ સ્પર્ધામાં પ્રથમ સ્થાને જેટપરિયા યશ, હળવું કંઠ્ય સંગીતમાં દ્વિતીય સ્થાને ગોસ્વામી અવની (તમિં 9) તથા ત્રીજા સ્થાને રાઠોડ ચંદુ તમિં 9), ભજન સ્પર્ધામાં દ્વિતીય સ્થાને ચાવડા પ્રેમ, વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાને ખરચરિયા જાગૃતિ તથા દ્વિતીય સ્થાને આદ્રોજા શ્રુતિ, ચિત્રકળામાં પ્રથમ સ્થાને મનીપરા જેમ્સ (તમિં 10) આ સર્વે વિદ્યાર્થીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદશન આપી સંકુલનું નામ રોશન કર્યું હતું. જેના બદલ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

- text