દાદુ ફાઉન્ડેશન દ્વારા વિવિધ શાળામાં ફ્રી સ્ટુડન્ટ સ્કિલ ડેવલોપમેન્ટના કાર્યક્રમ યોજાયા

- text


ટંકારા : દાદુ ફાઉન્ડેશનના સહયોગથી ટેક્નોસ્ટાર ટુ ઇનોવેશન દ્વારા ટંકારા તાલુકાના સજનપર, અમરાપર પ્રાથમિક શાળામાં તથા વાંકાનેર તાલુકાની તીથવા હાઈસ્કૂલમાં સ્કિલ ડેવલોપમેન્ટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દાદુ ફાઉન્ડશેનના સહયોગથી ટેક્નોસ્ટાર આઇડીયા ટુ ઇનોવેશન દ્વારા ટંકારા તાલૂકાના સજનપર, અમરાપર પ્રાથમિક શાળામા તથા વાંકાનેર તાલુકાની તિથવા હાઇસ્કુલમા આધુનિક ટેક્નોલોજીથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા નિઃશુલ્ક સ્ટુડન્ટ સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલ જ લોન્ચ કરાયેલા અને ચંદ્રની કક્ષામાં પહોંચી ગયેલા ચંદ્રયાન-2ના મોડેલ દ્વારા વિદ્યાર્થીઓને ઊંડાણ પૂર્વક સમજ આપવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં ચંદ્રયાન પૃથ્વીથી રવાના કરવામાં આવ્યું ત્યારથી લઈને યાનનું રોવર ચંદ્રની સપાટી પર લેન્ડ થશે અને એ પછી એ ત્યાં કેવા પ્રકારની કામગીરી કરશે તેની તમામ જાણકારી બારીકાઈથી આપવામાં આવી હતી. જેનો વિદ્યાર્થીઓએ ખૂબ જ રસ પૂર્વક અભ્યાસ કર્યો હતો.

- text

ટેક્નોસ્ટાર આઇડિયા ટુ ઇનોવેશન આવનારી ટેક્નોલોજીને ધ્યાનમાં રાખીને ડીઝીટલ યુગની નવી જનરેશન માટે બાળકોમાં રહેલી શુષુપ્ત શક્તિને બહાર લાવવાનું કાર્ય કરે છે. આ માટે સંસ્થા વિવિધ સરકારી શાળાઓમાં અવાર નવાર ફ્રી વર્કશોપનું આયોજન કરે છે. આ પ્રોગ્રામને સફળ બનાવવા સજનપર શાળાના અલ્પેશભાઈ પુજારા તથા સ્ટાફગણ, અમરાપર શાળાના જસમતભાઈ ચાવડા અને સ્ટાફગણ તથા તિથવા શાળાના ભરતભાઈ ગોપાણી અને સ્ટાફગણ દ્વારા જહેમત ઉઠવાઈ હતી અને તમામે દાદુ ફાઉન્ડેશન તથા ટેક્નોસ્ટારનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text