ટંકારાના 15 ગામોમાં એફપ્રો દ્વારા મોનોકોટોફોસ બંધ કરાવવા કેમ્પઈન યોજાયુ

- text


લાલ લેબલવાળી દવાની ઘાતકતા વિશે લોકોને માહિતગાર કરાયા : ખેડૂતોએ ખેતીમા ઘાતક દવાનો ઉપયોગ ન કરવાના શપથ લીધા

ટંકારા : એક્શન ફોર ફ્રૂટ પ્રોડક્શન અને BCI બેટર કોટન ઈનિસિએટિવ ગાઈડલાઈન મુજબ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ અંતર્ગત ટંકારા તાલુકાના 15 ગામોમા ખેડૂતો, મહિલાઓ, બાળકો અને ખેત મજૂરોના લાભાર્થે કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુરૂ-શુક્ર-શનિ એમ ત્રિદિવસીય મોનોકોટોફોસ બંધ કરાવવાના કેમ્પેઇન અનેક ગામો અને ખેડુતો સુધી પહોંચી લાલ લેબલવાળી દવાની ઘાતકતા અને WHO દ્વારા 112 દેશોમાં પ્રતિબંધિત અને ભારતમાં 2005 થી ખાદ્ય ચીજો પર જેનો વપરાશ કરવો ગુનો બને છે એવી મોનોકોટોફોસ દવા બંધ કરાવવા માટે સમજાવ્યા હતા.

- text

જાગૃત ખેડૂતો આવી દવા વર્ષોથી એના ખેતરમાં ઉપયોગ નથી કરતા અને ઉપયોગ પણ નથી કરવા દેતા એવી જાણકારી પ્રાપ્ત થઈ હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે કેન્સર, ચામડીના રોગો, મંદબુદ્ધિના બાળકો અને અન્ય ગંભીર એવી બીમારીઓ મોનોકોટો દવાથી થતી હોય. જેથી, અમે આ દવાનો ઉપયોગ કરતા નથી. અન્ય ખેડૂતો આ દવા વાપરતા હતા તેમને સંસ્થા દ્વારા યોગ્ય માહીતી આપતા આ દવા ન ઉપયોગ કરવાના શપથ પણ લીધા હતા. આ ઉપરાંત, દવાનો છંટકાવ કરતી વખતે રાખવી પડતી કાળજી ખેડૂતોને ડેમો દેખાડી માહીતગાર કર્યા હતા.

આ કેમ્પેઇનમાં પ્રોજેકટ મેનેજર નિતીન બંસલના માર્ગદર્શનમા ટંકારાના પ્રોજેક્ટ મેનેજર કિશનભાઇ વાળા, આશિફ ભાઈ, બાદી ભાઈ, જયેશભાઈ, નીતાબેન, રક્ષાબેન, પરેશભાઈ તેમજ જાગુત ખેડુતો સહીતના કેમ્પેઇનમા જોડાયા હતા.

- text