મોરબીના ખાખરાળા ગામ પાસે કારે હડફેટે લેતા સ્કૂટરચાલકને ગંભીર ઇજા

- text


મોરબી : મોરબીના ખાખરાળા ગામે કારે હડફેટે લેતા સ્કૂટરચાલકને ઇજાઓ પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેની મળતી વિગત અનુસાર ભાણજીભાઇ કાનજીભાઈ સદાતિયા પ્લેઝર સ્કૂટર લઈને જતા હતા તે વેળાએ ઇનોવા કાર નંબર GJ 18 AB 8047ના ચાલકે તેને હડફેટે લેતા ભાણજીભાઇને માથા તથા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ આ મામલે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text