મોરબી : ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરી

- text


મોરબી : મોરબી તાલુકાના ખાખરાળા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડો.સંજય જીવાણીએ પોતાના જન્મદિવસની અલગ જ ઉજવણી કરી હતી.

ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાલમાં જ નવું બનેલ હોય તેના ગ્રાઉન્ડમાં ડો.સંજય જીવાણીએ ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ તકે આયુર્વેદિક બગીચો પણ બનાવીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખુબ જ સરાહનીય કામગીરી કરી હતી. વવાયેલા આ વૃક્ષોનું જતન અને માવજત કરવાનો સંકલ્પ પણ ડોકટર દ્વારા લેવાયો હતો. ગ્રામજનોએ ડોકટર સાહેબની આ કામગીરીને બિરદાવી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

- text

- text