મોરબી: ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તમાકુ વિશે પ્રાથમિક શાળાઓમાં માહિતી અપાઇ

- text


મોરબી: મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખાખરાળામાં આવતી શ્રી સરસ્વતી ભગવતી વિદ્યાલય-બરવાળા અને બરવાળા પ્રાથમિક શાળા તેમજ ખેવાળીયા પ્રાથમિક શાળામાં તમાકુ વિશે ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલના મેમ્બર તેહાન શેરસિયા દ્વારા માર્ગદર્શન આપેલ હતું. તેમજ આરોગ્ય કર્મચારી શ્રી ડી.ડી.ડાભીએ બાળકોને તમાકુ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે તે વિશે વિગતવાર સમજાવવામાં આવેલ હતું.

- text

સાથે પ્રાથમીક શાળામાં વિદ્યાથીઓ દ્વારા ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. અને તેમાં પ્રથમ, દ્વિતિય, તૃતિય નબંર મેળવનારને પ્રમાણપત્ર તેમજ ઈનામ આપીને પ્રોત્સાહીત કરવામાં આવેલ સાથે તમામ વિદ્યાથીઓને નાસ્તો કરાવવામાં આવેલ, કાર્યક્રમના અંતમાં પ્રાથમિક શાળાના શિક્ષકો તથા સ્ટાફ દ્વારા બાળકોને તમાકુ તથા આરોગ્ય લગત સમજ વિશે માહિતગાર કરવા બદલ તેહાનભાઇ શેરસિયા તથા ડી.ડી.ડાભીનો આભાર વ્યકત કર્યો હતો.

- text