એ ગઇ…મોરબીના મહેન્દ્રપરાના નાલા પરના ખાડામાં એક્સપ્રેસ બસ ફસાઈ

- text


એ ગઇ…મોરબીના મહેન્દ્રપરાના નાલા પરના ખાડામાં એક્સપ્રેસ બસ ફસાઈ

લાંબા રૂટના મુસાફરો અટવાયા : બસ પલ્ટી મારતા સહેજમાં બચી : તંત્રના પાપે જોખમી બનતો ખાડો

મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસાતરના નાકા પર આવેલા નાલા પર પડેલા ખાડામાં આજે એક એસટીની એક્સપ્રેસ બસ ફસાઈ ગઈ હતી. જોકે સદભાગ્યે બસ પલ્ટી મારતા સહેજમાં બચી જતા જનિહાની થઈ નથી. પણ એક્સપ્રેસ બસ ખાસ્સો સમય સુધી ખાડામાં ફસાઈ રહતા લાંબા રૂટના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.સ્થાનિકોની અનેક રજુઆત કાને ન ધરતા તંત્રના પાપે આજે આ ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાખાંડો પડી ગયો છે.ર મોરબીના સુપર ટોકીઝથી મહેન્દ્રપર વિસ્તાર તરફ જતા રસ્તા પર ખૂણા પાસે આવેલ નાલામાં થોડા દિવસો પહેલા પડેલા ભારે વરસાદમાં મોટો ખાડો પડી ગયો છે.આ ખાડો વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે તેમ હોવાથી સ્થાનિકોએ આ ખાડો બુરવા તંત્રને અનેકવાર રજુઆત કરી હતી પણ તંત્રએ દરેક વખતની માફક આ રજુઆત પણ કાને ન ધરતા આજે અમદાવાદ-મોરબી-દ્વારકા રૂટની જીજે 18 ઝેડ 5054 નંબરની એસટીની એક્સપ્રેસ બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. આથી લાંબા રૂટના મુસાફરી ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

- text

- text