મોરબી જિલ્લામાં રોગચાળો ન ઉદભવે તે માટે આગોતરા સાવચેતીના પગલાં લેવાયા

- text


આરોગ્ય વિભાગ દ્વારા દરેક ગામની મુલાકાત લઈ 68795 મચ્છરના ઉદભવ સ્થળો તપાસી 378 સ્થળો પર ગપ્પી માછલી મૂકી પોરાનશાક કામગીરી કરાઈ : આરોગ્ય વિભાગની ગુણવત્તા યુક્ત કામગીરીના કારણે ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગોમાં 70 ટકાનો ઘટાડો : જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા પણ તકેદારીના પગલાં લેવાયા

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદી વાતાવરણને પગલે રોગચાળા ન ઉદભવે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાયતી પગલાં લેવાયા હતા.જેમાં આરોગ્ય વિભાગે જિલ્લાના દરેક ગામોની મુલાકાત લઈને મચ્છરોના ઉદભવ સ્થાનો તપાસ્યા હતા.મચ્છરોના લારવાનો નાશ કરીને સમગ્ર જિલ્લામાં રોગચાળો ન ઉદભવે તે માટે તમામ સાવચેતીના પગલાં રૂપે અસરકારક કામગીરી કરી હતી. આ ઉપરાંત સરકારના આદેશ મુજબ મોરબી જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા પણ તેમના વિસ્તારોમાં તકેદારીના પગલાં લેવાયા હતા.

મોરબી જિલ્લામાં તાજેતરમાં ભારે વરસાદ પડ્યો હતો.ત્યારે ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હોય અને કાદવ કીચડથી થતી ગંદકીને લીધે મચ્છરોનો ભારે ઉપદ્રવ થતો હોય છે.આથી વરસાદી વાતાવરણના પગલે રોગચાળાનું પ્રમાણ ખૂબ જ વધી જતું હોય છે. ત્યારે મોરબી જિલ્લામાં હાલના વરસાદી વાતાવરણને પગલે રોગચાળો ન ઉદભવે તે માટે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાયતી પગલાં લેવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં આરોગ્ય વિભાગે જિલ્લાના દરેક ગામોની મુલાકાત લીધી હતી અને 68795 મચ્છરોના ઉદભવ સ્થાનો તપાસીને 378 સ્થળોએ ગપ્પી માછલી મૂકી હતી તેમજ 62002 પાત્રોમાં એબેટની કામગીરી,1415 પાત્રોમાં સોર્સ રીડકશન અને પોરા નાશક કામગીરી હાથ ધરી હતી.જોકે આરોગ્ય વિભાગની ગુણવત્તા યુક્ત કામગીરી ને પગલે ગત વર્ષની તુલનાએ આ વર્ષે મચ્છરજન્ય રોગોમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે અને પાણીજન્ય રોગોમાં પણ ઘટાડો નોંધાયો છે.ત્યારે ચોમાસાની સીઝનમાં લોકો રોગનો ભોગ ન બને તે માટે પાણી હમેશા ઉકાળીને પીવાની કાળજી રાખવી, નકામા પાણીના વાસણો ખાલી કરીને રવચ્છ રાખવા, આસપાસમાં ભરાઈ રહેતા ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા નિયમિત દવા છાટવી સહિતની તકેદારી રાખવાની લોકોને મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા અને મેલેરિયા અધિકારી ડો.સી.એલ.વારેવડીયાએ અપીલ કરી છે.

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રી તરફથી મળેલ સુચના મુજબ મોરબી જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા પણ તેમના વિસ્તારોમાં તકેદારીના પગલાં લેવાયા હતા. જેમાં મોરબીના ખાખરાળા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં રહેલા ડો.સંજય જીવાણી તેમજ સુપર વાઇઝરશ્રી કમલેશભાઈ કાલરીયાની દેખરેખ નીચે અરવિંદભાઈ પરમાર મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ખાખરાળા દ્વારા સાતમ જેવા તહેવારમાં પણ ખાખરાળા ગામમાં રોગચાળોના ફેલાઈ તે માટે આરોગ્યને લગત દરેક કામગીરી કરવામાં આવેલ સરકારશ્રીના આદેશ મુજબ વધુ વરસાદ થવાથી મચ્છર જન્ય રોગચાળોના ફેલાય તે માટે ગામના સરપંચ તેમજ સભ્યશ્રી ની હાજરીમાં તળાવ કુવા બંધિયાર પાણીમાં પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી તેમજ સર્વે કામગીરી -બી.ટી.આઈ -એબેટ કામગીરી વગેરે કાર્ય કરેલ અને ગામમાં મચ્છરનો ઉપદ્રવના થાય તે માટેની પૂરતી કાળજી રાખે છે જે જોઈને બીજા આરોગ્યના કર્મચારીએ તેમના માંથી પ્રેરણાના મેળવવા જેવી છે.

- text

જયારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્વારા મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયાની દેખરેખ હેઠળ સુપરવાઈઝર જગદીશભાઈ કૈલા, દિલીપભાઈ દલસાનિયા, પ્રકાશભાઈ મકવાણા, તોફિક ભાઈ બેલીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ના તાબા હેઠળ આવતા વિવિધ ગામો માં તહેવારો ની મોસમ માં લોકો માં રોગચાળો ના ફેલાય તે માટે પોરાનાષક કામગીરી જેવીકે ગપ્પી માછલી મુકવા ની કામગીરી, એબેટ કામગીરી, બી.ટી.આઈ. કામગીરી, બળેલા ઓઇલ કામગીરી તેમજ ડસ્ટીંગ કામગીરી, એબેટ કામગીરી, કલોરીનેશન કામગીરી જેવી વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી.

તેમજ મોરબી જિલ્લાના બગથળા ,આમરણ, ભરતનગર સહિતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા તેમના વિસ્તારમાં આરોગ્યલક્ષી તકેદારીની કામગીરી કરવામાં આવી હતી.

- text