હળવદ : કાર હડફેટે માસુમ બાળાનું કરુણ મોત

- text


હળવદ : હળવદના સરા રોડ પરના ભલગામડા ગામે વાડી વિસ્તારમાં રમતી આદિવાસી પરિવારની માસુ બાળાને એક કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી આ બાળાનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી છે.

- text

આ કરુણ અકસ્માતના બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદ તાલુકાના ભલગામડા ગામે આવેલ સીમ વિસ્તારમાં ખેત મજુરી કરીને પેટીયું રળતા કેલાસભાઈ નારસિંગભાઈ તડવીની ચાર વર્ષિય પુત્રી અનિતા ગઈકાલે હળવદના સરા રોડ ઉપર બૂટાભાઈ ચૌહાણની વાડી પાસે રમતી હતી.ત્યારે રોડ ઉપર પુરપાટ ઝડપે આવેલા જી જે.1 કે.ડી.0043 નંબરની કારે આ બાળકીને હડફેટે લેતા તેણીને ગંભીર ઇજા થવાથી આ માસુમ બાળાનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે આદિવાસી પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. બાદમાં આ બનાવ અંગે મૃતકના પિતા કૈલાશભાઈ તડવીએ કાર ચાલક ધરમશીભાઈ કોળી સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપી કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text