મોરબી : ગીતાંજલિ વિધાલયના બાળકોએ જન્માષ્ટમી નિમિત્તે શેરી નાટકો દ્વારા પાઠવ્યા શ્રેષ્ઠ સંદેશ

- text


મોરબી : મોરબીની ગીતાંજલી વિદ્યાલયના ધોરણ 5ના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શેરી નાટક કરીને ભુસાતી જતી આપણી ભારતીય સંસ્કૃતિને પુનઃ ઉજાગર કરી લોકો સુધી શ્રેષ્ઠ સંદેશ પાઠવી જન્માષ્ટમીની સાથર્ક ઉજવણી કરી હતી.

જેમાં બાળકૃષ્ણ જન્મોત્સવ દ્વારા શાળાના બાળકોએ ભારતીય સંસ્કૃતિ , લોક પરંપરાનુ સંવર્ધન, સંરક્ષણ અને હસ્તાંતર કરીને લોકસમાજ સુધી પહોંચાડવાનુ કામ આજે આ ધોરણ 5 ના ભુલકાઓએ કરેલ છે. તેમજ આપણા સમાજની ગામડાની પરીકલ્પના એટલે કે ગોકુળીયુ ગામ,
ગામ, ઘર, રોડ, રસ્તા શહેર સ્વચ્છ રહે તેનો પણ એક સંદેશ લોકો સુધી પહોંચાડી એક સરાહનીય કાર્ય કરેલ.

- text

આ અનોખી ઉજવણી અંગે શાળાના સંચાલક મનોજભાઇ પનારાએ જણાવ્યું હતું કે ગીતાંજલી વિદ્યાલય હરહંમેશ લોકજાગૃતિ અને લોક કેળવણી માટેના કાર્યક્રમો કરવા તૈયાર હોય જેની બાળકોને પણ એક રાહ મળે અને અવારનવાર આવા કાર્યક્રમો કરી લોકો, સમાજ અને દેશ માટે એક નવો રાહ બતાવીએ છીએ.

 

- text