મોરબી : ભારતી વિદ્યાલયમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

- text


મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ભારતી વિદ્યાલય ખાતે આજે ભગવાન શ્રી કૃષ્ણનો જમણોત્સ ભારે ઉમંગભેર ઉજવાયો હતો.જેમાં વિધાર્થીઓએ મટકી ફોડ કરી તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને નંદલાલના જન્મોત્સવના હર્ષભેર વધામણાં કર્યા હતા.

- text

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળામાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ભારતી વિદ્યાલય શાળામા જન્માષ્ટમી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજનમાં વિશેષતા જોવા મળી હતી અને રાસ ગરબા ,વેશભૂષા ,પિરામીડ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં ગોપી (વિદ્યાર્થીનીઓ)એ મટકી ફોડેલ તથા ત્રણ માળ બનાવી ગોપાલ (વિદ્યાર્થીઓ)અે દોરડા પર અવનવા કસરત દાવ કરી મટકી ફોડેલ અને વિશિષ્ટ મથુરાના કારાગ્રહમાંથી શ્રી કૃષ્ણને યમુના પાર કરી ગોકુળમાં નંદ બાબાને ત્યાં બાલ્ય શ્રી કૃષ્ણને વાસુદેવ લાવ્યા જે વિશિષ્ટ રીતે દર્શાવામાં આવ્યા હતા..અંતમાં શાળા પ્રમુખ શ્રી હિતેષભાઇ મહેતાએ કાર્યક્રમમાં આવેલ તમામ વાલીગણો , તેમજ કાર્યક્રમમાં ભાગ લેતા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text