મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 2900 ફૂટના લાંબા ત્રિરંગા સાથે સ્વતંત્ર યાત્રાનું આયોજન : લોકોને જોડાવા અપીલ

- text


સ્વતંત્રતા પર્વ નિમિત્તે શહેરીજનોમાં દેશભાવના મજબૂત બનાવવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ અને ગ્રુપની મહિલા વિંગ દ્વારા નીલકંઠ વિધાલય અને પી.જી.પટેલ કોલેજના સહયોગથી સરાહનીય પ્રયાસ

મોરબી : મોરબીમાં વર્ષોથી વિવિધ સામાજિક જન જગૃતિલક્ષી કાર્યક્રમો થકી સામાજિક સ્તરેથી દેશભાવના અખડીત રાખવા માટે સક્રિય પ્રયાસો કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે શહેરીજનોમાં રાષ્ટ્ભાવના કાયમ રહે તે માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નીલકંઠ વિદ્યાલય અને પી.જી.પટેલ કોલેજના સહયોગથી સ્વતંત્રતા પર્વના આગલા દિવસે 14 ઓગસ્ટના રોજ બેન્ડ સાથે મોરબીમાં 2900 ફૂટના લાંબા ત્રિરંગા સાથે સ્વતંત્ર યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભાવના મજબૂત બનાવવના આ પર્વમાં શહેરના તમામ નાગરિકો અને સંસ્થાઓને ઉત્સાહભેર જોડાવવાની હાકલ કરવામાં આવી છે.

દરેક પ્રસંગોની નવીનતાથી ઉજવણી કરીને મોરબી શહેર માટે આંદર્શ બનેલા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ અને યંગ ઇન્ડિયા ગ્રૂપની લેડીઝ વિંગ દ્વારા મોરબીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ રૂપે શહેરમાં સ્વતંત્ર પર્વના આગલા દિવસે રાષ્ટ્ર ભાવનાનો અનેરો માહોલ સર્જવા નીલકંઠ વિદ્યાલય અને પી.જી.પટેલ કોલેજના સહાયોગથી 14 ઓગસ્ટને બુધવારે સવારે 9 વાગ્યે એક વિશેષ સ્વતંત્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ સ્વતંત્ર યાત્રા 14 ઓગસ્ટ બુધવારે સવારે 9.00 વાગ્યે, નીલકંઠ વિદ્યાલય, રવાપર રોડ પરથી પ્રસ્થાન થશે. અને રવાપર રોડ પરથી હોસ્પિટલ ચોકથી શનાળા રોડ થઈ રામકચોકથી નવા બસસ્ટેન્ડ થઈને જી.આઈ.ડી.સી. સ્વામિનારાયણ સંસ્કાર લેબોરેટરી પાસે સમાપન થશે

2900 ફૂટ લાંબા ત્રિરંગાને પકડવા માટે અંદાજીત 700થી વધુ લોકોની જરૂરિયાત છે. તો આપણા મોરબીમાં બીજી વખત 2900 ફૂટના લાંબા ત્રિરંગા સાથે નીકળતી આ સ્વતંત્ર યાત્રામાં મોરબીના તમામ સામાજિક સેવા સંગઠનના સભ્યો તથા ખાનગી અને સરકારી શાળા અને કોલેજના સંચાલકો અને છાત્રોને તેમજ મોરબીના નગરજનોને જોડાવાની અપીલ યંગ ઇન્ડિયા ગ્રુપ તરફથી કરવામાં આવી છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

 

- text