વાંકાનેર સેવાસદનમાં પ્રાંત અધિકારી દ્વારા વૃક્ષારોપણ કરાયું

- text


વાંકાનેર સેવા સદન કચેરી માં આજે પ્રાંત અધિકારી એને વસાવા ની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ જેમાં સેવાસદનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કુલ 55 વૃક્ષો વાવવામાં આવેલ. આ તકે ઈન્ચાર્જ મામલતદાર પરમારભાઈ, ગાયત્રી મંદિરના અશ્વિનભાઈ રાવલ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, મોરબી જીલ્લાના વૃક્ષપ્રેમી જીવરાજબાપા, બાર એસોસીએશનના પ્રમુખ સુનિલભાઈ મહેતા તેમજ સેવાસદનનો સ્ટાફગણ હાજર રહેલ.

- text

આ વાવેલા વૃક્ષોના જતન અને ઉછેર માટે પ્રાંત અધિકારી એન.એફ. વસાવા દ્વારા મામલતદાર ઓફિસ સ્ટાફ અને પ્રાંત કચેરી સ્ટાફને જવાબદારી સોંપવામાં આવેલ છે. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલનો આજે જન્મદિવસ હોય તેઓએ વાંકાનેરમાં એક હજાર વૃક્ષો વાવવાનો અને તેની સારસંભાળ રાખવાની પ્રતિજ્ઞા લીધેલ.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text