મોરબી : ભૂગર્ભ ગટરની સમસ્યા મામલે અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને અગત્યની બેઠક યોજાઇ

- text


બેઠકમાં પાણી પુરવઠાના અધિકારીઓને સાથે રાખી સર્વે કર્યા બાદ જ પાલિકા તંત્ર ભૂગર્ભ ગટરની કામગીરી સ્વીકારશે તેવો નિર્ણય લેવાયો

મોરબી : મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટરનો પ્રશ્ન જટીલ છે જે દિવસેને દિવસે અતિ જટીલ બનતો જાય છે ત્યારે મોરબી ના જુદા જુદા વિસ્તારમાં ઉભી થઇ રહેલી મુશ્કેલી ના નિવારણ માટે પોણા દોઢ કરોડના ખર્ચે નાખવામાં આવેલી નવી ભૂગર્ભ લાઇન પાલિકા અને પુરવઠા વિભાગના સંચાલન ના અભાવે ખોરંભે ગઈ છે ત્યારે બીજી બાજુ મોરબી અધિક કલેકટર કેતન જોષી ના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે આ બાબતે મીટીંગ યોજાઈ હતી જેમાં પ્રાદેશિક રિઝયોનલ કમિશ્નર,ઇન્ચાર્જ ચીફ ઓફિસર સાગર રાડીયા,મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરા, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.કે.જૈન સહિત હાજર રહ્યા હતા

જેમાં મીટીંગમાં મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ રજુઆત કરી હતી કે છેલ્લા દોઢ બે માસ થી બંધ પડી રહેલી નવીગટર વ્યવસ્થાને પુનઃ તત્કાલીન શરૂ કરવામાં આવે અને પંચાસર ચોકડી,એવન્યુ પાર્ક,સામાકાંઠા સહિત સાત જગ્યાએ બન્ધ રહેલા પંપિંગ સેન્ટર ચાલુ કરવામાં આવે સાથે જ નવી ગટર વ્યવસ્થા હાલ પાણી પુરવઠા બોર્ડ દ્વારા એક માસ સુધી ચાલુ રાખવામાં આવે અને બાદમાં નગરપાલિકા પ્રમુખ ,ચીફ ઓફિસર,એન્જીનીયર સહિતની ટીમ પાણી પુરવઠા નાં અધિકારીઓને સાથે રાખી સર્વે કર્યા બાદ જ પાલિકા આ ગટર વ્યવસ્થા ને કાયદેસર રીતે સ્વીકાર કરશે

- text

તો બીજી બાજુ કાર્યપાલક ઈજનેર એસ.કે.જૈન દ્વારા પાલિકા વ્યવસ્થા સંભાળશે અને પાણી પુરવઠા બોર્ડ તેને મદદ કરશે તેવી રજુઆત કરી હતી ત્યારે બન્ને વચ્ચે પ્રજા ની સ્થતી સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે અને પ્રજાના ખર્ચે કરોડો રૂપિયા ની બનેલી નવી ભૂગર્ભ લાઈન ખોરંભે ચડી ગઈ છે

જો કે આ બાબતે મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નવી ભૂગર્ભ લાઈન મોરબી શહેરમાં શરૂ થઈ છે પરંતુ મોરબી પાલિકાના કર્મચારીઓ અને ટેક્નિકલ સ્ટાફ ને આ ગટર ની પુરી જાણકારી ન હોવાથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા તેને આગળ સોંપવામાં આવે તેવી મીટીંગમાં તેના દ્વારા રજુઆત કરવામાં આવી છે હાલ મોરબી નગરપાલિકા દ્વારા આ ભૂગર્ભ પાઇપલાઇનની કામગિરી પુરવઠા વિભાગ જ કરશે બાદમાં જનરલ બોર્ડમાં નિર્ણય લીધા બાદ જ પાલિકા તેના ડીપી માં આ નવી ભૂગર્ભ ગટરના પ્લાન્ટ ને સમાવશે હાલ પાલિકા દ્વારા કોઈ નવી ગટર વ્યવસ્થા નું સંચાલન સ્વીકારેલ નથી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text