મોરબી : પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શિવાલયોમાં ગુંજયો હર હર મહાદેવનો નાદ

- text


ભક્તોએ આજે સવારે શિવાલયમાં જઈને ભગવાન ભોળાનાથની કરી આરાધના : આખા શ્રાવણ માસમાં ભક્તો એકટાણા ઉપવાસ કરીને શિવભક્તિમાં તલ્લીન બનશે

મોરબી : શ્રાવણ માસ એટલે શિવ ભક્તિ કરવાનો સોનેરી અવસર. આખા શ્રાવણ માસમાં ભક્તો શિવ ભક્તિની અહલેક જગાવતા હોય છે.ત્યારે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ ભક્તો શિવમય બની ગયા છે. મોરબીના તમામ નાના મોટા શિવાલયોમાં આજ સવારથી હર હર મહાદેવનો નાદ ગુંજયો હતો. ભક્તો આખો શ્રાવણ માસ દરમ્યાન શિવ ભક્તિમાં તલ્લીન બની જશે.

મોરબીમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ શિવ દર્શને ઉમટી પડી હતી. શહેરના નાના મોટા તમામ શિવાલયોમાં ભક્તોનો આજ સવારથી જ ભારે ઘસારો રહ્યો હતો. જેમાં શહેરના સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મંદિર, શનાળા રોડ પરના હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં આવેલ મહાદેવ મંદિર, કુબેરનાથ મંદિર, નવલખી રોડ પરના ત્રિલોકધામ મંદિર, શંકર આશ્રમ, જંગલેશ્વર મંદિર, શોભેશ્વર મંદિર, રફાળેશ્વર મંદિર સહિત શહેરમાં દરેક વિસ્તાર અને મહોલ્લામાં આવેલા નાના મોટા શિવાલયોમાં આજે સવારથી જ મોટી સંખ્યામાં શિવ ભક્તોએ ઉમટી પડી ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. ઘણા લોકો પોતાના ઘરથી દૂર આવેલા શિવાલયોમાં પગપાળા જઈને શિવ દર્શનનો લાભ લીધો હતો. અનેક શ્રધ્ધાળુ ભક્તોએ શિવલિગ પર દુગ્ધાભિષેક અને બીલીપત્ર ચડાવીને ભગવાન ભોળનાથની ભક્તિ કરી હતી. આ રીતે દરરોજ શિવ ભક્તો આખો માસ શિવ ભક્તિ કરીને શિવમય બની જશે. અનેક ભક્તો આખો શ્રાવણ માસ એકટાણા ઉપવાસ કરીને ભગવાન ભોળાનાથની આરાધના કરશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text