મોરબી : આર્ટ્સ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : સર્વોદય એજ્યુએશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. યુનિટ દ્વારા પ્રિન્સિપાલ ડો. એલ.એમ. કંઝારિયાના માર્ગદર્શન હેઠળ વૃક્ષ્રરોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત પીપળો, લીમડો, વડ, સીસમ જેવા વૃક્ષોના છોડ નર્સરીમાંથી લાવીને એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા તેને રોપવામાં આવ્યા હતા તથા રોજબરોજના અભ્યાસ દરમિયાન વૃક્ષોને પાણી સીંચવાનો તથા તેનું જતન કરવાનો સંકલ્પ પણ લેવા આવ્યો હતો. ગત વર્ષે વાવેલા અને ઉગી ગયેલા વૃક્ષોની ફરતે નિંદામણ કાઢવાનું અને પાણીનો બગાડ ન થાય એ માટે ફરતા ખામણાં કરવાનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું. ડો. એલ.એમ. કંઝારિયા પોતે ખેડૂત પરિવારના હોવાથી દરરોજ ત્રિકમ, પાવડા અને કોદાળી લઈને વૃક્ષારોપણ અને વૃક્ષોના જતનનું કાર્ય એન.એસ.એસ. યુનિટ સાથે કરે છે. વૃક્ષારોપણ કર્યક્રમમમાં કોલેજના પ્રાધ્યાપકો કે.આર. દંગી, જે.એમ. કાથડ, ડો.એ.એચ. રાજપૂત, એન.એમ. જોશી, ડો. આર.કે. વારોતરિયા વગેરે પણ જોડાયા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text