મોરબી બાયપાસ આરટીઓ પાસેનો પુલ જર્જરિત : ખરાબ રોડના કારણે ટ્રાફિક જામ

- text


આશરે 6 કલાકથી ટ્રાફિક જામમાં અનેક વાહનો અટવાયા : ટ્રાફિક પોલીસને પણ ટ્રાફિક કિલિયર કરવામાં નાકે દમ આવી ગયો : તંત્રના પાપે પુલની જોખમી સ્થિતિ : ગમે ત્યારે દુર્ઘટના થવાનો ભય

મોરબી : મોરબીની આર.ટી.ઓ.કચેરી પાસેનો પુલ જર્જરિત બની ગયો છે.પુલ પરના રોડમાં મસમોટા ગાબડા પડી ગયા હોવાથી વાહન પરિવહન પર માઠી અસર સર્જાઈ છે.જેને કારણે આજે સવારથી આ પુલ પર ટ્રાફિક જામ સર્જાયો છે. જોકે 3 કલાકથી ટ્રાકીક પોલીસ મહામહેનત કરતી હોવા છતાં ટ્રાફિક કિલિયર થયો નથી. આશરે છ કલાક ટ્રાફિક જામ હોવાથી અનેક વાહનો ફસાયા છે.

મોરબી બાયપાસ આર.ટી.ઓ કચેરી પાસે આવેલ પુલ પર આજ સવારથી જ ભારે ટ્રાફિક જામ થયો છે.સાંકડા પુલ પર બન્ને બાજુએ વાહનોની મસમોટી લાંબી લાઈનો લાગો છે.આશરે છ કલાકથી આ પુલ પર વાહન પરિવહન ઠપ્પ થઈ ગયું છે.વાહનો ન નીકળી શકે તે હદે ટ્રાફિક જામ થઈ ગયો છે.જોકે છેલ્લા ત્રણ કલાકથી ટ્રાફિક પોલીસ આવીને ટ્રાફિક કિલિયર કરવાની મથામણ કરી રહી છે.પણ ટ્રાફિક એટલો ગંભીર હોવાથી પોલીસની મહેનત ટૂંકી પડી છે.આ સ્થિતિ સર્જવવાનું મૂળ કારણ પુલની ખરાબ દશા છે.તંત્રના પાપે પુલની જોખમી સ્થિતિ થઈ ગઈ છે.પુલ પર મસમોટા ગાબડા પડી ગયા છે આથી સાંકડા પુલ પર વાહનની અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે.

- text

જો કોઈ વાહન ચાલક ઉતાવળે વાહન ચલાવે તો પુલ પરના ગબડાથી અકસ્માત થવાની પૂરેપૂરી ભીતિ રહે છે.પુલની આ જોખમી સ્થિતિમાં જવાબદાર માર્ગ અને મકાન વિભાગની બેદરકારી કારણભૂત છે.પુલની યોગ્ય મરમત ન કરતા આજે આ પુલની એકદમ ખરાબ અવદશા થઈ ગઈ છે અને ગમે ત્યારે મોટી આફત આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.હાલ આ પુલ ખાડાનો અખાડો બની ગયો છે.અને જર્જરિત હાલત થઈ ગઈ છે.વર્ષ 2017માં ભારે વરસાદ પડ્યો ત્યારે આ પુલ પરથી જોખમી રીતે પાણી પસાર થયું હતું.તેથી બંધ કરવો પડ્યો હતો.જ્યારે મોરબી રાજકોટ હાઇવેનું ફોરલેનનું કામ ચાલે છે.એના કામમાં આ પુલને આવરી લીધો છે.પણ લોકોની એવી માંગ છે કે, ચોમાસા પહેલા આ પુલને લઈ લીધો હોત તો આ ગંભીર સ્થિતિ સર્જાઈ ન હોત.હવે આ પુલ પડી જાય તેવી સ્થિતિમાં થઇ ગયો છે.અને પુલ પરથી પસાર થવું અત્યંત જોખમભર્યું છે.ત્યારે તંત્રએ આ જોખમી પુલની યોગ્ય રીતે મરમત કરવાને બદલે માત્ર થુંકના સાંધા કરતા વરસાદ આવતા એ સાંધા ધોવાય ગયા છે.ત્યારે પુલની ગંભીર સ્થિતિ હોવાથી તંત્ર વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ ઉઠાવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text