મોરબી : હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેટ કરતા યુવા આર્મી ગ્રુપનો બીજા વર્ષમાં પ્રવેશ

- text


મોરબી : મોરબીમાં સરકારી તથા તમામ પ્રાઇવેટ હોસ્પિટલના કોઈ પણ દર્દીની, કોઈ પણ બ્લડ ગ્રુપની ઇમર્જન્સી જરૂરિયાતને પૂરી કરવા માટે તાત્કાલિક રક્તની વ્યવસ્થા કરી આપનાર યુવા આર્મી ગ્રુપનો આજે તારીખ 1ને ગુરુવારે બીજા વર્ષમાં પ્રવેશ થયો છે.

મોરબીનુ યુવા આર્મી ગ્રુપ કે જેમાં ગ્રુપના 400થી પણ વધારે મહિલા તથા પુરુષ સભ્યો મળીને હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેટના ધ્યેય થકી મોરબીની સરકારી તથા તમામ પ્રાઇવેટ હોસ્પિટલના દર્દીના પરીજનોની કોઈપણ બ્લડ ગ્રુપની ઈમરજન્સી જરૂરિયાતની તાત્કાલિક વ્યવસ્થા કરાવી આપે છે. ત્યારે આજે તેમની આ સેવાનુ એક વર્ષ પૂર્ણ કરી રહ્યા છે અત્રે નોંધનીય છે, કે આ ગ્રુપ થકી અત્યાર સુધીમાં 200 થી પણ વધારે લોકોને જીવનદાન મળી ચૂક્યું છે અને આગળ પણ લોકોની બ્લડની જરુરીયાત માટેની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા યુવા આર્મી ગ્રુપ, મોરબી હંમેશા તૈયાર છે. મોરબીમાં બ્લડની તાત્કાલિક જરુરીયાત માટે 24×7 અમારી હેલ્પ લાઈન નંબર (93493 93693) પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે તથા હેન્ડટુ હેન્ડ બ્લડ ડોનેટ અભિયાન મા જોડાવા માટે જોડાવવા ઇચ્છનારનું નામ, બ્લડ ગ્રુપ, શહેર (વિસ્તાર) તથા કોન્ટેક્ટ નંબર હેલ્પલાઇન નંબર (93493 93693) પર વ્હોટસેપ કરવા યુવા આર્મી ગ્રુપના પિયુષ બોપલીયા દ્વારા જણાવાયું છે તથા તેમના ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટને ફોલો કરવા અનુરોધ કરાયો છે.

- text

યુવા આર્મી ગ્રુપની માહિતી માટે નીચેના સોશિયલ મીડિયા સાથે પણ જોડાઈ શકો છો.

Facebook  https://www.facebook.com/YuvaArmyOrg/

Instagram  https://www.instagram.com/Yuvaarmyorg

Twitter  https://www.twitter.com/yuvaarmyorg

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text