મોરબી આરટીઓ દ્વારા કાર માટે 16 ઓગસ્ટે GJ 36 Rની નવી સિરીઝ ખુલશે

- text


ગોલ્ડન-સિલ્વર નંબર માટે ઓન લાઈન પ્રક્રિયા : ગોલ્ડન નંબર માટે 25 હજાર અને સિલ્વર નંબર માટે 10 હજાર રૂપિયાથી હરજી શરૂ થશે

મોરબી : આગામી તારીખ 16 ઓગસ્ટના રોજ મોરબી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ફોર વ્હિલર (કાર) માટે GJ 36 R નંબરની નવી સિરીઝ શરૂ થઈ રહી છે. R નંબરની આ સિરીઝ માટે ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય પસંદગીના નંબર એમ ત્રણ શ્રેણી રાખવામાં આવી છે. જેમાં ગોલ્ડન નંબરનો પ્રારંભિક ચાર્જ 25000, સિલ્વર નંબરનો ચાર્જ 10000 તથા અન્ય પસંદગીના નંબર માટે 5000 રૂપિયાનો મિનિમમ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

ગોલ્ડન નંબરમાં 1 -5 -7 -9 -111 -333 -555 -777 -786 -999 -1111 -1234 -2222 -3333 -4444 -5555 -7777 -8888 -9000 -9009 -9090 -9099 -9909 -9990 -9999 નંબરનો સમાવેશ કરાયો છે. જેની ઓછામાં ઓછી બોલી રૂપિયા 25000થી શરૂ થશે.

જ્યારે સિલ્વર નંબરની કેટેગરીમાં 2 -3 -4 -8 -10 -18 -27 -36 -45 -54 -63 -72 -81 -90 -100 -123 -200 -222 -234 -300 -303 -400 -444 -456 -500 -567 -600 -678 -700 -789 -800 -888 -900 -909 -1000 -1001 -1008 -1188 -1818 -1881 -2000 -2345 -2500 -2727 -2772 -3000 -3456 -3636 -3663 -4000 -4455 -4545 -4554 -4567 -5000 -5400 -5445 -5454 -6000 -6336 -6363 -6789 -7000 -7227 -7272 -8000 -8008 -8055 -8118 -8181 નંબરો રહેશે. જેની બોલી 10000 રૂપિયાથી શરૂ થશે. આ બન્ને કેટેગરીમાં નંબર ફાળવવાની પ્રક્રિયા ઓનલાઈન રહેશે.

- text

આ સિવાયના પસંદગીના કોઈપણ નંબરો માટે 5000 રૂપિયા ચૂકવવા પડશે. પસંદગીના નંબરો મેળવવા માટે તારીખ 24 જુલાઈથી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે 14 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે https://vahan.parivahan.gov.in/fancy/ સાઈટની મુલાકાત લેવાની રહેશે. 15 ઓગસ્ટ 2019ના રોજ સવારે 09:00થી તારીખ 16 ઓગસ્ટના રોજ સાંજે 04:00 કલાક સુધી ઓનલાઈન હરજી ચાલુ રહેશે. 16 ઓગસ્ટના દિવસે જ સાંજે 05 વાગ્યે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલા ઇ’ઓક્શનનું પરિણામ નોટિસ બોર્ડ પર મુકવામાં આવશે. તેમજ પરિવહન સાઇટ પર ઓનલાઈન પણ જોઈ શકાશે. આ સિવાય પસંદગીના નંબરો માટે રૂબરૂ કોઈ પણ પ્રકારનો સંપર્ક સાધવો નહિ તેમ આરટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. હરાજીની પ્રક્રિયા પુરી થયા બાદ નંબર મેળવવામાં સફળ રહેલા તેમજ નિષ્ફળ રહેલા અરજદારોનું લિસ્ટ કોમ્પ્યુટર દ્વારા જનરેટ થશે. ઓનલાઈન હરાજીની પ્રક્રિયા પુરી થયા બાદ નંબર મેળવવામાં સફળ રહેનાર અરજદારે ભરવા પાત્ર થતી રકમ 5 દિવસમાં ઇ’પેમેન્ટ દ્વારા ભરી દેવાની રહેશે. આ ફોર્મ સાથે અરજી કરેલું ફોર્મ CNA અને ઇ’પેમેન્ટની રસીદ લગાવીને આરટીઓ કચેરીમાં તારીખ 20 ઓગસ્ટના રોજ સાંજે 04 વાગ્યા સુધીમાં ચકાસણી અર્થે ફોર્મ જમા કરાવવાનું રહેશે. 20 ઓગસ્ટ સુધી મળેલી અરજી જ માન્ય રહેશે. ત્યાર બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ. નિયત કરેલી સમય મર્યાદામાં અરજદાર બીડની રકમનું ઇ’પેમેન્ટ કરી ફોર્મ આરટીઓ કચેરીમાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો ભરેલી રજીસ્ટ્રેશનની રકમ જપ્ત થશે અને પસંદગીનો નંબર આપોઆપ રદ્દ થઈ જશે. પસંદગીના નંબરોની ફાળવણી દરમ્યાન અરજદાર આર.ટી.ઓના કોઈ કર્મચારી કે અધિકારીની ફરજમાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કરશે તો તે વ્યક્તિ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી પોલીસના હવાલે કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીની યાદીમાં જણાવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text