મોરબીના જોધપર ગામ પાસે રોડ ઉપર તોતિગ વૃક્ષ ધરાશાયી : ટ્રાફિક જામ

- text


મોરબી : મોરબીના જોધપર ગામ પાસે પટેલ સમાજની બોર્ડીંગ નજીક આજે વરસાદી વાતાવરણ અને પવનને પગલે એક તોતીંગ વૃક્ષ ધારાશયી થઈ ગયું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં જાનહાની થઈ નથી પણ રોડ પર વૃક્ષ પડી જવાથી ભારે ટ્રાફિક જામ થયો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર કેનાલ રોડથી હાઇવેને અડતો જે બાયપાસ મચ્છુ ડેમ પાસેથી પસાર થાય છે તે રોડ પર મોરબીના જોધપર ગામ પાસેની પટેલ સમાજની બોર્ડીંગ નજીક આવેલ એક વૃક્ષ આજે ધારાશાયી થઈ ગયું હતું. જેમાં આજે વરસાદી વાતાવરણ અને પવનને પગલે આ તોતીગ વૃક્ષ પડી ગયું હતું. જેના કારણે રોડ બ્લોક થઈ ગયો છે અને ટ્રાફિક જામ સર્જાયો છે. આ રોડ મોરબીના રવાપર ગામથી ઉધોગપતિઓ માટે અવરજવર કરવાનો મુખ્યમાર્ગ હોય અને તેમાં ઝાડ પડી જવાથી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text