મોરબી : જન્મદિવસની પ્રજ્ઞાચક્ષુઓ સાથે ઉજવણી

- text


મોરબી : મોરબીના મીઠાભાઇ ગોવિંદભાઇ સોનાગ્રા, કે જે પોતે એક દિવ્યાંગ છે, તેઓએ ગઈકાલે પોતાના જન્મદિવસની ઉજવણી લક્ષ્મીનગર ખાતે આવેલા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના પ્રજ્ઞાચક્ષુઓ સાથે કરી હતી.

- text

મોરબીના મીઠાભાઇ ગોવિંદભાઇ સોનગ્રાનો ગઈકાલ તારીખ 28ને રવિવારે જન્મદિવસ હતો. તેઓ પોતાનો દરેક જન્મદિવસ લક્ષ્મીનગરના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રમાં જ ઉજવે છે. આ વર્ષે પણ તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણી પ્રજ્ઞાચક્ષુઓને જમાડીને કરી હતી. આ ઉપરાંત તેઓએ સંસ્થાને 5000 રૂપિયાનું રોકડ દાન પણ આપ્યું હતું. મીઠાભાઇ પોતે દિવ્યાંગ હોવાથી મનોવિકલાંગ અને દિવ્યાંગ બાળકોની વેદના સારી રીતે સમજી શકે છે, આથી તેઓ દર વર્ષે આવી જ વિશિષ્ટ રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text