મોરબીમાં ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી, લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ

- text


મોરબી પંથકમાં 7 એમએમ જયારે હળવદમાં 10 એમએમ વરસાદ નોંધાયો

મોરબી : મોરબીમાં ગત રાત્રે અને આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરુ થઇ ગયો હતો. જેને લીધે ઉકળાટ અનુભવતા લોકોમાં આનંદની હેલી ઉમટી હતી. મોરબીમાં વહેલી સવારે 6 થી 8 દરમિયાન 4 એમએમ અને 8 થી 10 દરમિયાન 3 એમએમ, એમ કુલ 7 એમએમ જયારે હળવદમાં સવારે 6 થી 8 દરમિયાન 10 એમએમ વરસાદ નોંધાયો છે. મોરબીમાં કાલે મોડી રાતે 3 વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરુ થઇ ચુક્યો છે. અસહ્ય ગરમી બાદ આજે વરસાદ આવતા સમગ્ર જીવસૃષ્ટિ જાણે આળસ ખંખેરીને બેઠી થઇ હતી. વરસાદને લીધે ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ વરસાદથી મોલાતને પણ ફાયદો થાય એમ છે. આજથી પાંચ દિવસ સુધી ધીમેથી ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે, કે મોરબી વાસીઓ ઘણા સમયથી મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા. વરસાદને રીઝવવા માટે ઘણી પ્રાર્થના, વિનવણીઓ, ગાયત્રી હવન, વરુણયજ્ઞ પણ કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લાના ગામડે-ગામડે, શેરીએ-શેરીએ ઠેર ઠેર અખંડ રામધૂનો પણ કરવામાં આવી હતી. ત્યારે આજે વરસાદ આવતા લોકોમાં ઉત્સાહ પ્રસરી ગયો છે.

- text

પરંતુ આ સામાન્ય વરસાદમાં જ મોરબીના મોટાભાગના વિસ્તારોમાં લાઈટ ગુલ થઇ ગઈ છે. આ જોતા પીજીવીસીએલની પ્રિ મોન્સૂન કામગીરી પર એક રીતે લોકોને શંકા ઉપજી રહી છે. કારણ કે, આવા સામાન્ય વરસાદમાં જ મોરબીમાં અનેક જગ્યાએ બે-બે કલાક સુધી લાઈટ ગુલ થઈ ગઈ હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text