માળીયા (મી.) : તાલુકાના મોટા ભાગના ગામોમાં લાઈટના ધાંધિયાથી ત્રસ્ત ગ્રામજનો

- text


માળીયા (મી.) : તાલુકાના મોટા ભાગના ગામોમાં પી.જી.વી.સી.એલની કાર્યશૈલી સામે સવાલ ઉભા થાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પાછલા ઘણા દિવસોથી વીજળીનો પુરવઠો નિયમિત રીતે અનિયમિત રહેતા અનેક ગામડાઓમાં દેકારો બોલી ગયો છે.

ચોમાસાની સીઝનમાં હજુ જોઈએ એવો વરસાદ પડ્યો નથી. પણ જ્યારે જ્યારે થોડા ઘણા છાંટા પડે કે તરત વીજળી પુરવઠો બંધ થઈ જાય છે. માળીયા મી.ના મોટા ભાગના ગામોમાં આ સમસ્યાથી ત્રસ્ત લોકો પી.જી.વી.સી.એલની ઓફિસે ફોન કરે ત્યારે ફોન હંમેશા બંધ આવે છે. ઇલે.સિટી. બોર્ડના કર્મચારીઓ કામ કરવાની દાનત જ ન રાખતા હોય એવું તાલુકાના ગામોમાં ચર્ચાઈ રહ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text