મોરબીમાં જીપીસીબીએ ત્રણ મહીનામાં પ્રદુષણ ફેલાવતી દોઢસો ફેકટરીઓને ફટકારી નોટિસો

- text


24 ફેકટરીઓને પ્રતિબંધિત પેટકોકના વપરાશ બદલ ક્લોઝર નોટીસ , 72ને કારણ દર્શક નોટિસ અને અન્ય 54ને સામાન્ય પ્રદુષણ બદલ નોટિસ

મોરબી : મોરબીમાં દિવસેને દિવસે વધી રહેલા પ્રદુષણને ધ્યાને રહીને જીપીસીબી દ્વારા નિયમોની ચુસ્ત અમલવારી કરાવવાના ભાગરૂપે છેલ્લા ત્રણ મહિનામાં પ્રદુષણ ફેલાવતી દોઢસો જેટલી ફેકટરીઓને નોટિસો ફટકારવામાં આવી છે. જેમા 24 ફેકટરીઓને પ્રતિબંધિત પેટકોકના વપરાશ બદલ ક્લોઝર નોટીસ , 72ને કારણ દર્શક નોટિસ અને અન્ય 54ને સામાન્ય પ્રદુષણ બદલ નોટિસ અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીમાં સીરામીક ઉદ્યોગો મોટી સંખ્યામાં આવેલા છે. જેનાથી અહીં રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે. અહીંની સ્થાનિક અર્થવ્યવસ્થા પણ ઉદ્યોગોને કારણે સુધરી છે.આમ ઉદ્યોગોના વધુ પ્રમાણથી અનેક ફાયદાઓ થયા છે. જ્યારે બીજી બાજુ આ ઉદ્યોગોના કારણે પર્યાવરણને હાનિ પણ પહોંચી છે. જેમ સિક્કાની બે બાજુ હોય છે. તેવી જ રીતે મોરબીને ઉદ્યોગોથી અનેક ફાયદાઓ પણ થયા છે. અને નુકશાન પણ થયું છે. ખાસ કરીને ઉદ્યોગોને કારણે પર્યાવરણને હવા અને પાણીનું પ્રદુષણ વધ્યું છે. ત્યારે આ મુદ્દાને ગંભીરતાથી લઈને જીપીસીબી દ્વારા ઉદ્યોગો પાસેથી નિયમોની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે.

જીપીસીબી દ્વારા મોરબીમાં 1 મેથી 23 જુલાઈ દરમિયાન કુલ 150 ઔદ્યોગિક એકમોને પ્રદુષણ ફેલાવવા બદલ નોટિસો ફટકારવામાં આવી છે. જેમાં 24 ફેકટરીઓને પેટકોકના વપરાશ બદલ ક્લોઝર નોટિસો અપાઈ છે. પેટકોક એ પેટ્રોલનો કદળો છે. જેમાં સલ્ફર હોવાથી 26/10/17ના નોટિફિકેશન મુજબ ટાઇલ્સમાં તેનો વપરાશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આમ છતાં 24 એકમો ગેરકાયદે પેટકોકનો ઉપયોગ કરતા હોય તેઓ સામે જીપીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.

- text

આ ઉપરાંત 54 ઔદ્યોગિક એકમોને હવા, પાણીનું પ્રદુષણ ફેલાવવા બદલ નોટિસ ફટકારીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે અન્ય 72 એકમો પણ પ્રદુષણ ફેલાવતા હોય તેઓને પણ ક્લોઝર નોટિસ અપાઈ છે. આમ પ્રદુષણ ફેલાવતા એકમો સામે જીપીસીબીએ લાલ આંખ કરીને ધડાધડ નોટિસો ફટકારવાની કાર્યવાહી કરી છે.

કોલગેસીફાયરમા સંગ્રહિત 1.63 લાખ લીટર વેસ્ટ વોટરનો સાણંદમા નિકાલ કરાયો

એનજીટીના તા.06/03/ 2019ના નોટિફિકેશન મુજબ સીરામીક એકમોમાં વપરાતા કોલગેસીફાયર ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો છે. ત્યારે આ કોલગેસીફાયરમા સ્ટોર થયેલા જુના વેસ્ટ વોટરને સીરામીક એસોસિએશન દ્વારા સાણંદના એનવાઇરો પ્રોજેકટ પ્રા. લી.મા ટ્રીટમેન્ટ કરાવવામા આવી રહ્યું છે. અત્યાર સુધીમાં સાણંદ ખાતે 1,63,435 લીટર વેસ્ટ વોટરનો ટ્રીટમેન્ટ માટે નિકાલ કરવામાં આવ્યો છે. હજુ પણ આ પ્રક્રિયા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text